ગાંધીનગરના દહેગામની ઝાંક જીઆઈડીસીમાંથી સબસીડીવાળું યુરિયા ખાતર પકડાયુ
SMCએ રૂપિયા 1.34 લાખનું 22 હજાર કિલોગ્રામ યુરિયા સાથે 3 શખ્સોને ઝડપી લીધા

સબસીડીવાળું યુરિયા ખાતર પકડાયુ

સબસીડીવાળું યુરિયા ખાતર પકડાયુ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ગામની ઝાંક જીઆઈડીસીમાં આવેલી એન્જલ રેન્જીસ નામની કંપનીમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી સબસીડીવાળુ યુરિયા ખાતર ઝડપી લીધુ છે. એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયા ખાતરનો રેઝિન બનાવવા માટે ગેરકાયદે ઉપયોગ કરતાં હોવાનું પકડાતા એસએમસીએ 3 શખ્સોની ધરપકડ કરી ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ તાલુકાના કડાદરાની ઝાંક જીઆઈડીસીમાં એન્જલ રેજીન્સ નામની કંપનીમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાનો રેઝીન બનાવવા ઉપયોગ થઈ રહ્યો છે. ટ્રકમાંથી એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાલી કરવાનું કામ ચાલુ હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળી હતી. એસએમસીએ રેડ કરી 1,34,769ની કિંમતનું પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના હેઠળનું ભારત સરકારની સબસીડીવાળુ 22,765 કિલોગ્રામ નર્મદા યુરીયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. એસએમસીએ મથુર વસંતભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના સુપરવાઈઝર), કેતન જશુભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીમાં નોકરી) અને સંજય ધનજીભાઈ ગરાસીયા (ટ્રક ડ્રાઈવર)ની ધરપકડ કરી કુલ રૂપિયા 6,98,269નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સંદિપ વી.પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના માલિક), એન્જલ રેજીન્સ કંપનીને એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાતર આપનાર અને ટ્રકના માલિક સાથે તપાસમાં મળી આવે તે તમામ વિરૂદ્ઘ દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા "પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના" હેઠળ ખેડૂતો માટે ખેતીના ઉપયોગ સારૂ સબસીડીથી આપવામાં આપતાં નર્મદા યુરીયા ખાતર જેની સબસીડી રૂપિયા 6,60,185ની સરકાર તરફથી આપવામાં આવેલી સબસીડીની રકમનું સરકારને આર્થિક નુકસાન કર્યુ છે. જ્યારે ખેડૂતો માટે ખેતીવાળીમાં ઉપયોગ માટે વપરાતુ સરકારની સબસીડીવાળુ યુરીયા ખાતર કોમર્શિયલ ઉપયોગ માટે વાપરી રૂપિયા 10 લાખથી વધુનો આર્થિક ફાયદો મેળવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.