શાળામાં વિદ્યાર્થીની આંખે ઈજા: રિસેસ પહેલાનો બનાવ
અકોટાની GEB સ્કૂલમાં ધો. 9ના વિદ્યાર્થી હર્ષ રાઠોડને ક્લાસરૂમમાં બોલપેન વાગી, વાલીએ ફરિયાદ

રમત-રમતમાં વિદ્યાર્થીને ઈજા

રમત-રમતમાં વિદ્યાર્થીને ઈજા
વડોદરાના અકોટા વિસ્તારની GEB સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ રાઠોડને ગતરોજ રિસેસ અગાઉ ક્લાસરૂમમાં આંખના ભાગે ઇજા થવાની ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, રિસેસ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન, એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી હતી અને સંજોગોવસાત તે જ સમયે હર્ષ રાઠોડ ઊભો થતાં બોલપેન સીધી તેના આંખના ભાગે વાગી હતી. ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વાલીનું નિવેદન અને શાળા પર સવાલ
ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હર્ષના પિતા શૈલેષ રાઠોડે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "મારે આ અંગે કોઈ ફરિયાદ કરવી નથી, તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે." જોકે, તેમણે શાળાના વહીવટ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "શાળાએ મારા પુત્રને ઈજા થયા બાદ પ્રાથમિક સારવાર ન કરી અને અમને સીધા બોલાવ્યા હતા."
શાળા તરફથી પ્રતિક્રિયા
આ સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "અમે હવે તમામ બાળકોને ક્લાસરૂમમાં આ પ્રકારની મસ્તી ન કરવા માટે અપીલ કરી રહ્યા છીએ અને કાળજી રાખવા સૂચના આપી છે."
આ ઘટનાથી શાળાઓમાં રિસેસ પહેલા કે પછીના સમયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને દેખરેખના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.

ગુજરાત પોલીસમાં પતિ-પત્ની કેસ હેઠળ એકસાથે 415 કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી કરાઈ. તેમાં 27 ASI, 33 હેડ કોન્સ્ટેબલ અને 355 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.