શાળામાં અત્યાચારથી કંટાળી છાત્રનો આપઘાતનો પ્રયાસ
સિટીલાઈટની સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપ; 'ઢોરમાર મારી ગળું દબાવ્યું'

વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી આપવીતી

વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી આપવીતી
દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતા સુરત શહેરમાંથી વાલીઓની આંખ ઉઘાડતો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ ગણાતા સિટીલાઈટ વિસ્તારની એક જાણીતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીએ શાળાના પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક સામે ગંભીર શારીરિક અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા છે. સતત મળતા ટોર્ચર અને ઢોરમારથી કંટાળીને આ માસૂમ વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા માટે સ્યુસાઈડ નોટ પણ લખી નાખી હતી, જોકે સદભાગ્યે તેની બહેનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.
સ્યુસાઈડ નોટ અને અત્યાચારનો પર્દાફાશઘટનાની વિગત એવી છે કે, સિટીલાઈટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા 14 વર્ષીય પ્રકાશ (નામ બદલ્યું છે) ના વર્તનમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફાર જોવા મળતો હતો. ગત શુક્રવારે સાંજે અંદાજે 7:30 વાગ્યે પ્રકાશ આત્મહત્યા કરવાના ઈરાદે ઘરેથી નીકળવાની તૈયારીમાં હતો, ત્યારે તેની બહેને તેને અટકાવ્યો હતો. શંકા જતાં બહેને તેના ખિસ્સા અને બેગની તપાસ કરી તો અંદરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં પ્રકાશે લખેલી વ્યથા વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રકાશે સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, "હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે મને સ્કૂલમાં ખૂબ જ ટોર્ચર કરવામાં આવતો હતો. પ્રિન્સિપાલ મેમ અને મહિલા ટીચર મને ઢોરમાર મારતા હતા અને ધમકી આપતા હતા કે જો ઘરે વાત કરીશ તો પરિવારને એવું કહીશું કે તારો દીકરો મસ્તીખોર છે અને ગાળો બોલે છે."
સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ સ્તબ્ધચિઠ્ઠી મળ્યા બાદ પરિવારે જોયું તો પ્રકાશના હાથ પર ઈજા અને ઉઝરડાના નિશાન હતા. તેને તાત્કાલિક સારવાર અને કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના CMO ડોક્ટરે તપાસ કરતા પ્રકાશના જમણા હાથ પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી. ડોક્ટરો પાસે પણ પ્રકાશે હિંમત ભેગી કરીને પોતાની કેફિયત વર્ણવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે, "કેટલીકવાર તો શિક્ષકોએ મારું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો." સિવિલના તબીબોએ આ તમામ વિગતો કેસ પેપરમાં નોંધી છે, જે હવે કાયદેસરની તપાસમાં મહત્વનો પુરાવો બનશે.
બ્લેકમેઈલિંગ અને ધમકીની મોડસ ઓપરેન્ડીવિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, આ અત્યાચાર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો હતો. શિક્ષકો તેને માર માર્યા બાદ માનસિક રીતે એવું કહીને ડરાવતા હતા કે તેઓ તેના વાલીઓને ખોટી ફરિયાદ કરીને તેને બદનામ કરી દેશે. આ ડરને કારણે પ્રકાશ લાંબા સમય સુધી ચૂપ રહ્યો. પ્રકાશે તેની ચિઠ્ઠીમાં પુરાવા તરીકે તેના ત્રણ મિત્રોના નામ પણ લખ્યા છે, જેઓ આ અત્યાચારના સાક્ષી હોવાનું તેણે જણાવ્યું છે.
શુક્રવારે સવારે સાડા નવ વાગ્યે ફરી એકવાર પ્રિન્સિપાલ અને શિક્ષિકાએ તેને બેરહેમીથી માર મારતા તે માનસિક રીતે તૂટી ગયો હતો અને અંતિમ પગલું ભરવા મજબૂર થયો હતો. બે મહિના પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં વાલીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ શિક્ષકોના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો.
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઆ ઘટના સુરતના શૈક્ષણિક જગત માટે કલંક સમાન છે. જે શાળામાં બાળકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પ્રિન્સિપાલ અને શિક્ષકોની હોય છે, ત્યાં જ જો બાળક આત્મહત્યાના વિચારો કરવા લાગે તો તે ગંભીર ચિંતાનો વિષય છે. મનોચિકિત્સકોના મતે, જો બાળક અચાનક શાંત થઈ જાય, શાળાએ જવાની ના પાડે અથવા તેના શરીર પર અજાણ્યા નિશાન દેખાય, તો વાલીઓએ તેની સાથે મિત્ર બનીને વાત કરવી જોઈએ.
હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રાથમિક સારવાર બાદ પ્રકાશને રજા આપવામાં આવી છે, પરંતુ તેની માનસિક સ્થિતિ હજુ નાજુક છે. પરિવાર હવે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની અને શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. સુરત પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે કે શું આ પ્રકારનો અત્યાચાર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ થતો હતો કે કેમ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.