મોરબીમાં ડિમોલિશન બાદ પથ્થરમારો
મણીમંદિર નજીક ગેરકાયદેસર ધાર્મિક સ્થળ હટાવતા ઉગ્ર વિરોધ, પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ

મોરબી ડિમોલિશન

મોરબી ડિમોલિશન
મોરબી શહેરમાં મણીમંદિર નજીક આવેલી ગેરકાયદેસર ધાર્મિક જગ્યાનું ડિમોલિશન કરાયા પછી પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ હતી. ડિમોલિશનની કાર્યવાહી બાદ ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સાથે મોટી સંખ્યામાં લોકો નગર દરવાજા વિસ્તારમાં એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
વિરોધ કરી રહેલા ટોળાએ સૂત્રોચ્ચાર સાથે ઉશ્કેરાયેલી સ્થિતિમાં A ડિવિઝન પોલીસ મથક તરફ કૂચ કરી હતી. આ દરમિયાન ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ મથકનું બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો.
પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે પહેલા સમજાવટ દ્વારા ભીડ વિખેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તોફાની તત્વો શાંત ન થયા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને પાછું હંકારી દીધું. બળપ્રયોગ બાદ આખરે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો.
ડિમોલિશન અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મુખ્ય માર્ગો પર બેરીકેડિંગ મૂકીને વાહનવ્યવહાર નિયંત્રિત કરવામાં આવ્યો છે.
કાયદો હાથમાં લેનાર અને શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?