સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગથી સ્ટોક ખાખ
રાત્રે ભડકે બળી ખાખરા ફેક્ટરી, 9 ફાયર ગાડીઓ કામે લાગી: આગનું રહસ્ય અકબંધ.

સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ

સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ
ગાંધીનગર નજીક આવેલા કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતી 'સોનલબેન ખાખરાવાળા'ની ફેક્ટરીમાં મંગળવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આવી રહેલી દિવાળીની સીઝન અગાઉ જ કરોડો રૂપિયાના માલસામાનનું નુકસાન થવાની આશંકા છે.
પ્રાથમિક માહિતી મુજબ, રાત્રે 8.55 વાગ્યા આસપાસ આગનો કૉલ મળ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયરની ચાર, ગાંધીનગરની બે, કલોલ નગરપાલિકા, વડસર એરફોર્સ અને અરવિંદ મિલ સહિત કુલ નવ જેટલી ફાયર ફાઈટર ગાડીઓ અને 55થી વધુ જવાનોએ લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે LPG સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમત બાદ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યા આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આ ફેક્ટરીમાં ખાખરાનું મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગનું કામ થતું હોવાથી, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોટી માત્રામાં તૈયાર માલનો જથ્થો અહીં સંગ્રહાયેલો હતો. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગમાં આશરે ત્રણ કરોડ રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પોલીસ અને ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે હવે એફએસએલ (FSL) રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
સદભાગ્યે રાત્રિ શિફ્ટ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દિવાળીના સમયે થયેલું આ કરોડોનું નુકસાન ફેક્ટરી માલિક માટે મોટો ફટકો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!