કંડકટરની પરીક્ષામાં એસ.ટી. બસની વિનામૂલ્યે અપાશે સુવિધા
SC/ST ઉમેદવારોને તા. 28-12-24 અથવા તા. 29-12-24 ના બંને દિવસે નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવામાં આવશે

કંડકટરની પરીક્ષામાં એસ.ટી. બસની વિનામૂલ્યે અપાશે સુવિધા

કંડકટરની પરીક્ષામાં એસ.ટી. બસની વિનામૂલ્યે અપાશે સુવિધા
ગાંધીનગર: કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી ૨૯ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.