સુરતમાં SOGની ટીમે ઝડપી પાડ્યો નકલી પનીર અને માવો
SOG એ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સાથે ઉધના-પૂણામાં દરોડા પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા

સુરતમાં નકલી પનીર પર SOG ના દરોડા

સુરતમાં નકલી પનીર પર SOG ના દરોડા
સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. SOG એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને ઉધના અને પૂણા વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ પનીર અને માવાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SOG પોલીસ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા શ્રીજી પ્રોવિઝન સ્ટોર ખાતે રેડ પાડવામાં આવી હતી. આ દરોડા દરમિયાન દુકાનમાંથી આશરે 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની ગુણવત્તા તપાસ માટે જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, પૂણા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટી ખાતે પણ SOG પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 168 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરવામાં આવ્યો છે.
આશંકા છે કે આ પનીર અને માવો ભેળસેળયુક્ત છે અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ગુણવત્તા તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા નમૂનાપોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે. આ સેમ્પલને હવે ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ જથ્થો વેચનારાઓ સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાથી નકલી ખાદ્ય સામગ્રી વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?