બગદાણા હુમલામાં SIT એ જયરાજ આહીરને તેડું મોકલ્યું
નવનીત બાલધિયા મારપીટ કેસમાં તપાસ તેજ, માયાભાઈ આહીરના પુત્ર સહિત અન્ય બેની પૂછપરછ શરૂ થઈ

બગદાણા નવનીત બાલધિયા કેસ

બગદાણા નવનીત બાલધિયા કેસ
ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાની તપાસ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ કેસમાં વધુ કડક વલણ અપનાવ્યું છે. તાજેતરની કાર્યવાહીમાં આઈજી ઓફિસ દ્વારા ત્રણ મહત્વની વ્યક્તિઓને પૂછપરછ માટે હાજર થવા આદેશ અપાયો છે.
જયરાજ આહીરની વધતી મુશ્કેલીઓ :
આ કેસના મુખ્ય ભોગ બનનાર નવનીત બાલધિયાએ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ, આ હુમલા પાછળ જયરાજ આહીરનું કાવતરું હોઈ શકે છે. નવનીત બાલધિયાએ SIT સમક્ષ રજૂ કરેલા 15 જેટલા પુરાવાઓને આધારે હવે તપાસનો ધમધમાટ વધ્યો છે. SIT એ આજે સાંજે 5 વાગ્યે જયરાજ આહીરને રૂબરૂ હાજર રહી પોતાનું નિવેદન નોંધાવવા ફરમાન કર્યું છે.
અન્ય બે લોકોની પણ પૂછપરછ :
માત્ર જયરાજ આહીર જ નહીં, પરંતુ આ કેસમાં અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. SIT એ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પણ આઈજી ઓફિસમાં બોલાવ્યા છે. આ બંને વ્યક્તિઓની ઘટનાના સ્થળે હાજરી અને હુમલામાં તેમની સંડોવણી અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર વિવાદ ?
આ વિવાદનો પાયો ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં યોજાયેલા એક ભજન કાર્યક્રમમાં નખાયો હતો. આ કાર્યક્રમમાં માયાભાઈ આહીર દ્વારા બગદાણા આશ્રમના એક ટ્રસ્ટી માટે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો પ્રયોગ કરાયો હતો. બગદાણા આશ્રમના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આ બાબતે માયાભાઈને ફોન પર જાણ કરી હતી કે આશ્રમમાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. જોકે માયાભાઈએ આ મામલે સ્પષ્ટતા કરતો વીડિયો પણ જાહેર કર્યો હતો, પરંતુ આ ટેલિફોનિક વાતચીત અને વીડિયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો અને અંતે નવનીત બાલધિયા પર હુમલો થયો હતો.
કોળી સમાજની ઉગ્ર માંગણી બાદ સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. હાલમાં પોલીસ દરેક પુરાવાની બારીકાઈથી તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં આ હાઈપ્રોફાઈલ કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.