SIRની કામગીરીથી શિક્ષકોમાં રોષ અને આત્મહત્યા ચીમકી
પંચમહાલના શિક્ષક વિનુ બામણીયાનો વીડિયો વાયરલ થતા SIR કામગીરીનો મુદ્દો ચર્ચામાં

પંચમહાલમાં શિક્ષક વિનુભાઈ બામણીયાએ વીડિયો બનાવી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી

પંચમહાલમાં શિક્ષક વિનુભાઈ બામણીયાએ વીડિયો બનાવી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી
રાજ્યમાં SIRની કામગીરીને લઈને શિક્ષકોમાં સતત ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસ અને ભારે કામગીરીના દબાણને કારણે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના પગલે સમગ્ર તંત્રમાં હલચલ મચી ગઈ છે.
ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી જણાવ્યું કે તેઓ લાંબા સમયથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોડી રાત સુધી મહેનત કરી રહ્યા છે, છતાં વહીવટી અધિકારીઓ દ્વારા સતત દબાણ અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વિનુભાઈએ કામગીરીનું ભારણ સહન ન થઈ રહ્યું હોવાનું જણાવી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વિડિયો વાયરલ થયા બાદ તંત્રના અધિકારીઓએ શિક્ષકને સમજાવવાની તથા ઘટનાની તપાસ શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે. શિક્ષકે જણાવ્યું કે અધિકારીઓ કાર્યક્ષેત્રની મર્યાદા વટાવીને વર્તે છે અને BLO-શિક્ષકોને માનસિક રીતે ત્રસ્ત કરી રહ્યા છે. તેમણે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને પણ લેખિત રજૂઆત કરી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
ચાર દિવસમાં ચાર BLOના મોત
માત્ર ચાર દિવસમાં SIR કામગીરી સાથે સંકળાયેલા ચાર BLOના મોત થતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
અત્યાર સુધી અનેક BLO શિક્ષકોને છાતીમાં દુખાવો અને તબિયત બગડવાની ફરિયાદો પણ નોંધાઈ રહી છે. અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે.
વડોદરા જિલ્લાના પાદરામાં SIR કામગીરી કરી રહેલા BLO ઝુલ્ફીકાર પઠાણની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. SIR કામગીરીનો તણાવ અને ભારે દબાણ હવે રાજ્યવ્યાપી ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?