ઉત્તરાયણ પર વર્ષોથી આ શહેરનું આકાશ સૂનું
સિદ્ધરાજ જયસિંહના અવસાનના શોકમાં સિદ્ધપુરના લોકો ઉત્તરાયણે પતંગ ઉડાડવાને બદલે શોક પાળે છે

સિદ્ધરાજ જયસિંહ

સિદ્ધરાજ જયસિંહ
ગુજરાતભરમાં જ્યારે મકર સંક્રાંતિ 2026 ના પર્વની ધૂમ મચેલી છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે, ત્યારે પાટણ જિલ્લાનું ઐતિહાસિક નગર સિદ્ધપુર આજે પણ પોતાની સદીઓ જૂની અનોખી પરંપરાને વળગી રહ્યું છે. સરસ્વતી નદીના કિનારે વસેલા આ 'શ્રીસ્થળ' અને 'માતૃ ગયા' તરીકે ઓળખાતા પવિત્ર નગરમાં ઉત્તરાયણના દિવસે એક પણ પતંગ આકાશમાં જોવા મળતો નથી, કારણ કે આ દિવસે સોલંકી વંશના મહાન શાસક રાજા સિદ્ધરાજ જયસિંહનું નિધન થયું હતું. 12મી સદીમાં જે રાજાએ સિદ્ધપુરને પોતાની રાજધાની બનાવી અને ભવ્ય રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું, તે પ્રતાપી રાજાના અવસાનના દિવસે નગરજનો આજે પણ શોક પાળે છે.
કપિલ મુનિની જન્મભૂમિની ગાથા
આ દિવસે લોકો પતંગ ઉડાડીને આનંદ કરવાને બદલે ગાયોને ઘાસચારો, પૂળા અને કૂતરાઓને લાડુ ખવડાવીને દાન-પુણ્ય કરવામાં મગ્ન રહે છે. આ પરંપરા એટલી દ્રઢ છે કે, મકર સંક્રાંતિના દિવસે અહીંનું આકાશ સાવ કોરું ભાસે છે અને પતંગ રસિયાઓ મોજ માણવા માટે પાટણ, મહેસાણા કે અમદાવાદ જેવા અન્ય શહેરોમાં સ્થળાંતર કરે છે. સિદ્ધપુરનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી છે, જ્યાં ભગવાન કપિલ મુનિની જન્મભૂમિ અને પાંડવોના અજ્ઞાતવાસની ગાથાઓ જોડાયેલી છે.
આ પણ વાંચો: સિદ્ધપુરના લોકો કેમ ઉત્તરાયણની ઉજવણી નથી કરતાં?
દશેરાના દિવસે ધામધૂમથી પતંગો ઉડે
લોકવાયકા મુજબ, રુદ્રમહાલયની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્તર દિશામાંથી તેડાવેલા 1023 ઔદિચ્ય બ્રાહ્મણોના વસવાટ બાદ, 14 જાન્યુઆરીના પવિત્ર દિવસે જ રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું, જેના કારણે આખા નગરે તે દિવસથી ઉત્તરાયણની ઉજવણી બંધ કરી દીધી હતી. જોકે, નગરજનોનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી; તેઓ ઉત્તરાયણના બદલે વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ધામધૂમથી પતંગો ઉડાડે છે.
પૂર્વજોના રાજાને નમન કરીને સંસ્કૃતિનો સંદેશ
દશેરાને વિજયના પ્રતિક તરીકે મનાવી સિદ્ધપુરના લોકો તે દિવસે આકાશને પતંગોથી ભરી દે છે અને ઊંધિયું-જલેબીની જ્યાફત ઉડાવે છે. સમય જતાં પડોશી શહેર પાટણે આ પરંપરા બદલી નાખી છે, પરંતુ સિદ્ધપુર આજે પણ તેના ઈતિહાસ અને રાજા પ્રત્યેના આદરને જીવંત રાખીને એક મિશાલ કાયમ કરી રહ્યું છે. મકર સંક્રાંતિ 2026 માં પણ આ નગર શાંતિ અને શ્રદ્ધા સાથે પોતાના પૂર્વજોના રાજાને નમન કરીને સંસ્કૃતિનો સંદેશ આપી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.