શ્રાવણ: સોમનાથ-દ્વારકા માટે 50થી વધુ ST બસો દોડશે
9 ડેપો પરથી હાલ 513 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે

મુસાફરો WWW.GSRTC.IN પર ટીકીટ બુક કરાવી શકે છે

મુસાફરો WWW.GSRTC.IN પર ટીકીટ બુક કરાવી શકે છે
25 જુલાઈથી એટલે કે બે દિવસ પછીથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભક્તો હવે ભોળાનાથને રીઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળશે. શ્રધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને સસ્તી મુસાફરી માટે એસ.ટી બસ દ્વારા એક્સ્ટ્રા 50 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગર જિલ્લામાં 9 ડેપો પરથી હાલ 513 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને સોમનાથ,દ્વારકા જતા શ્રધાળુઓ માટે એસટી વિભાગમાં 50થી વધુ બસો દોડાવવામાં આવશે. જેના કારણે મુસાફરોને રાહત મળશે.
એસ.ટી બસોમાં વધારો :
માહિતી પ્રમાણે, રાજકોટથી એસટી વિભાગ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ રાજકોટથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ થી દ્વારકા સહીતના ધાર્મિક સ્થળોએ જતી એસ.ટી બસમાં વધારો કરવામાં આવશે. શ્રાવણ મહીંનામાં દર સોમવારના દિવસે સોમનાથથી એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. તે ઉપરાંત જન્માષ્ટમી પાસે હોવાને લીધે દ્વારકા જતી એસટી બસોમાં પણ વધારો કરવામાં આવશે.
અનેક જિલ્લાઓમાંથી વધારાની બસો દોડવામાં આવશે :
રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર જેવા મોટા જિલ્લાઓમાંથી એસટી બસો દોડાવવામાં આવશે. જેથી હાલ 500થી વધુ એસટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ શ્રાવણ દરમિયાન વધારાની 50 બસો મુકવાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી વધારે રાજકોટ,મોરબી,જસદણ,ગોંડલ સુરેન્દ્રનગરથી તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાનું આવશે. આ વધારાની બસોનું ભાડુંએ એસટી વિભાગ દ્વારા સવા ગણું વસુલવામાં આવશે.
એસટી બસની ટીકીટ કેવી રીતે બૂક કરવી?
મુસાફરો માટે GSRTC દ્વારા ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા પણ આપવામાં આવશે. મુસાફરો WWW.GSRTC.IN પર ટીકીટ બુક કરાવી શકે છે. મોબાઈલ એપ પર GSRTCની એપ્લીકેશનની મદદથી પણ ટીકીટ બુક કરી શકાય છે. મુસાફરો માટે 60 દિવસ અગાઉ પણ એડવાન્સ ટીકીટ બુકિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેના કારણે લોકો અગાઉ જ પોતાના પ્રવાસની સુવિધા કરી શકે અને શાંતિથી પોતાનું પ્રવાસ થઈ શકે જેના માટે સરકાર દ્વારા આવી સુખ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!