ગંભીરા બ્રિજ દુર્ઘટનાને અંગે શંકરસિંહ વાઘેલાના ભાજપ પર ગંભીર આક્ષેપ
શંકરસિંહ વાઘેલાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ભાજપની ભ્રષ્ટાચારભરી શાસનશૈલીને જવાબદાર ઠેરવી તીખા આરોપ લગાવ્યા

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે.
તેમણે કહ્યુ હતું કે, "30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ સમજીને શાસન કરી રહી છે. જ્યારે જનતા સવાલ કરવાનું ભૂલી જાય છે ત્યારે આવા બેદરકાર શાસકોની હિમ્મત અતિશય વધી જાય છે, જેના પરિણામે નિર્દોષ નાગરિકોના જીવ જાય છે.
શંકરસિંહ વાઘેલાએ પુરાવા સાથે કહ્યું કે, બ્રિટિશ સમયમાં જ્યારે બ્રિજ બનાવાતા ત્યારે તેમની બાંધકામ તારીખ અને આયુષ્ય (અવધિ) સ્પષ્ટ રીતે બોર્ડ પર લખવામાં આવતી હતી. જ્યારે આજે એવી કોઈ પારદર્શક વ્યવસ્થા નથી." આ ભ્રષ્ટાચારી સરકારે ક્યારે બ્રિજ બનાવ્યો, કેટલી અવધિ માટે બનાવ્યો અને હાલત કેટલી ખરાબ છે તેની કોઈ તપાસ નથી થતી."
તેમણે જણાવ્યું કે. આજે બ્રિજ ધરાશાયી થવાને લીધે અમુક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના માટે રાજ્ય સરકારની બેદરકારી અને ભ્રષ્ટ પ્રણાલીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!