MSUના એસો. પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ
વિવાદિત પ્રોફેસરને સસ્પેન્ડ કરી ઓફિસ સીલ કરી

વિધાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પ્રલોભન આપ્યું

વિધાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પ્રલોભન આપ્યું
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની દ્વારા તેના વિભાગના એસોસિએટ પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ કરાતાં આખરે આ અધ્યાપકને સસ્પેન્ડ કરી તેની ઓફિસને સીલ મારવામાં આવી છે.
MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થિની દ્વારા યુનિવર્સિટી તથા આર્ટસ ફેકલ્ટીના વુમન્સ ગ્રીવન્સ રીડ્રેશલ સેલમાં એસોસિએટ પ્રોફેસર ડો. મોહમ્મદ અજહર ઢેરીવાલા સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાના આધારે કમિટી બેસાડવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ આ વિવાદિત એસોસિએટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા અને વિધાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે
આ બાબતે MSUના રજિસ્ટાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આર્ટ્સ ફેકલ્ટીના એક અધ્યાપક સામે એક ફરિયાદ આવી હતી. આ બાબતે કમિટી સમક્ષ મૂકી તેની તપાસ કરતા પ્રાથમિક લેવલે ગંભીરતા જણાઈ આવતા આખરે તેને રિપોર્ટ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં આ બાબતે તપાસ ચાલી રહી છે અને બંને પક્ષે હાલમાં નિવેદનો લેવામાં આવશે અને ત્યાર બાદ આ બાબતે રિપોર્ટ યુનિવર્સિટીની ઓથોરિટી પાસે જશે અને બાદમાં જે નિર્ણય લેવાય છે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.