અમદાવાદના સરદારધામના ભોજનાલયમાં ગંભીર બેદરકારી!
ભોજન વ્યવસ્થામાં અવ્યવસ્થા અને ગુણવત્તા બાબતે વિદ્યાર્થીઓએ કરી લેખિત રજૂઆત

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાને પત્ર લખી વિદ્યાર્થીઓએ બેદરકારી મુદ્દે રોષ ઠાલવ્યો

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાને પત્ર લખી વિદ્યાર્થીઓએ બેદરકારી મુદ્દે રોષ ઠાલવ્યો
અમદાવાદના સરદારધામના ભોજનાલયમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો છે. ભોજન વ્યવસ્થામાં અવ્યવસ્થા અને ભોજનની ગુણવત્તા જળવાતી નહી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર અસર પડતી હોવાનો દાવો કરાયો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં ભોજનની ગુણવત્તા નહી સુધરતાં છેવટે વિદ્યાર્થીઓએ સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાને પત્ર લખીને રોષ ઠાલવ્યો છે. 16 જેટલાં મુદ્દાઓ ટાંકીને યોગ્ય કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે.
સરદારધામના વિદ્યાર્થીઓએ સામુહિક રીતે ગગજી સુતરીયા, ભરત પટેલ, ટી.જી.ઝાલાવાડીયા અને સંચાલકોને પત્ર લખી તાત્કાલિક નિવારણ લાવવા વિનંતી કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, સરદારધામમાં ભોજનની વ્યવસ્થા સંભાળતા ચિત્રકુમાર, રસોઈયા, ભરત પટેલ સહિતના લોકોને અનેક વખત રજૂઆતો કરવા છતાં અવ્યવસ્થા અને બેદરકારી યથાવત છે. તેથી વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન મળે તેવી વ્યવસ્થા કરવા અને તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માગણી કરી છે.
સરદારધામમાં રહીને પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી આગળ વધે તે માટે સમાજના દાતાઓ દ્વારા દાન આપવામાં આવતું હોય છે. ટોકન દરે વિદ્યાર્થીઓને રાખી સારી સગવડ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ, છાત્રાલય અને ભોજન વ્યવસ્થા સંભાળતા સંચાલકોની આડોડાઈના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તા વગરનું ભોજન પીરસવામાં આવતાં છેવટે વિદ્યાર્થીઓએ ત્રીજું નેત્ર ખોલીને લેખિત ફરિયાદ કરી સંચાલકોને ઉઘાડા પાડ્યા છે.
વિદ્યાર્થીઓએ પત્રમાં શું જણાવ્યું?
ડુપ્લીકેટ તેમજ એક્સપાયરી ડેટવાળું ઘી તેમજ તેલ અને ઘી મિક્સ કરીને રોટલી આપવામાં આવે છે.
27-07-2025ના રોજ બગડી ગયેલું દૂધ આપવામાં આવ્યુ, તે અંગે ભરતભાઈ અને રેક્ટર આકાશભાઈને જાણ કરી
21-7-2025ના રોજ એક્સપાયરી થયેલું દહી 22-7-2025ના રોજ આપવામાં આવ્યું
ચેવડો અને અન્ય વસ્તુ સંગ્રહ કરવાના ડબ્બા કચરાપેટીથી ખરાબ હાલતમાં જોવા મળ્યા, જેથી સ્વચ્છતા ડબ્બા ધોવા વગરે પ્રશ્ન છે
ફૂડ કમિટી મેમ્બર દ્વારા સ્ટોર રૂમમાં અચાનક તપાસ દરમિયાન પૌઆમાં જીવતા ઉંદરના બચ્ચાં, કઠોળમાં ધનેડા. ફૂદડા જોવા મળ્યા (વીડિયો પ્રુફ છે)
મે મહિનામાં લાવેલા સીંગ ચણા, દાળિયા વગેરેમાં ધનેડા અને ફુદડા હોવા છતાં જુલાઈ માસમાં આપવામા આવ્યા
રસોડામાં સાફ સફાઈ, વાસણો યોગ્ય સાફ કરવા, ચાના થરમોસના નાળચામાં જીવડા હોવા જેવા ગંભીર પ્રશ્નો છે
ડિશ, ચમચી, વાટકા ધોવામાં પણ ગંભીર બેદરકારી, સાફ કરેલી ડિશમાં પણ ખરાબ વાસ આવે છે
ગાંઠીયા, ચેવડો હવાઈ જાય પછી 10 દિવસે આપવામાં આવે છે, જે વસ્તુ વધે તેને બીજા દિવસે આપી દેવી જોઈએ
રસોડાથી ભોજનાલય સુધી સપ્લાયમાં વિલંબ થવાના કારણે કેટલીક વાર વિદ્યાર્થીઓ અધૂરા ભોજને જતાં રહે છે, વસ્તુ ખૂટે એ પહેલાં સ્ટોક થવો જરૂરી છે
કમિટી મેનુ બનાવે તેમાં 50 ટકા મેનુ બદલવામાં આવે છે, ચિત્રકુમાર, ભરતભાઈ અને ગગજીભાઈનો મેનુ બદલવા આદેશ છે તેવું કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ બનાવે તે મુજબ મેનુ આપવા વિનંતી
ચિત્રકુમાર અને નરેશભાઈ મહારાજ ભોજન વ્યવસ્થાના યોગ્ય જવાબ આપતાં નથી. 27-7-2025ના રોજ નરેશ મહારાજે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણૂક કરી જે થાય તે કરી લો જેવો જવાબ આપ્યો હતો
રોટલી કાચી અને જાડી આપવાની અનેક ફરિયાદ કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી
શક્ય હોય તો અમુલ ગોલ્ડ દૂધ, અમુલ મસ્તી દહી 3 થી 4 દિવસની વેલિડિટીવાળુ આપવું
1000 માંથી 800 વિદ્યાર્થીઓ ઉપમા ખાતા નથી. તેથી મેનુમાંથી ઉપમા કાઢીને ગાઠીયા આપવા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!