ઇસ્કોન મંદિરમાં પોતાની પુત્રીનું બ્રેઇન વોશ કરવામાં આવે છે અને મંદિરના પૂજારીઓ તેને ડ્રગ્સ આપે છે તે સહિતના નિવૃત્ત આર્મીમેને લગાવેલા ગંભીર આરોપ અંગે તેમની પુત્રીએ વીડિયો વાયરલ કરીને જવાબ આપ્યો છે. યુવતીએ વીડિયોમાં પોતાના જ માતા-પિતા પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેના પેરેન્ટસે તેમનું જીવન નરક બનાવી દીધુ હતું અને મે મારી મરજીથી લગ્ન કર્યા છે અને હું ઘણી ખુશ છું. ઉલ્લેખનિય છે કે યુવતીના પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેપિયર્સ કોર્પ્સ દાખલ કરી છે.
વીડિયો વાયરલ કરીને આ યુવતીએ જણાવ્યું કે મે મારી મરજીથી લગ્ન કર્યા છે. હું મારી મરજીથી ઘેરથી નિકળી હતી અને હું બહુ ખુશ છું. તેણે કહ્યું કે મારા પેરેન્ટ્સે આરોપ લગાવ્યા છે કે હું કંઇક લઇને ભાગી છું પણ તમે ચેકીંગ કરી શકો છો કે હું શું લઇને ભાગી છું
વીડિયોમાં તે કહેતી જોવા મળે છે કે ગયા મે મહિનામાં મારા માતા રપિતાએ મને ખુબ મારી હતી જેથી હું મારા મિત્રના ઘેર જતી રહી હતી અને ત્યાંથી તેઓ મને પાછી લઇ ગયા હતા અને ફરીથી મને મારી હતી. તે મને મારી નાખવાની ધમકી આપતા હતા અને બળજબરીથી લગ્ન કરાવી દઇશ તેવી પણ ધમકી આપતા હતા અને તેથી મને લાગ્યું કે મારે જતું રહેવું જોઇએ .
યુવતી કહેતી જોવા મળે છે કે મારા માતા પિતાએ ખોટી ફરિયાદ કરી છે પણ હું મારી લાઇફમાં ખુશ છું અને કોઇને હેરાન કરવા માગતી નથી. મારે તેમને મળવું નથી કે કાંઇ જ કરવું નથી. મારા માતા પિતાએ મારુ જીવન નરક બનાવી દીધું છે. મને ખુશ રહેવા દો અને તે પણ ખુશ રહે તેવી મારી વિનંતી છે