એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચઢાવતા સનસનાટી!
વડોદરામાં પરિવારનો આક્ષેપ: એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચડાવતા હાલત વણસી, ફરિયાદ દાખલ..

એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચઢાવાઈ

એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચઢાવાઈ
વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક, GMERS ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે દર્દીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
એક દર્દીને સારવાર દરમિયાન નવેમ્બર મહિનામાં જેની તારીખ પૂરી થઈ ચૂકી હતી, તેવી એક્સપાયરી ડેટવાળી બોટલ (IV ફ્લુઈડ) ચઢાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અહેવાલો મુજબ, ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીના પરિવારે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના નર્સિંગ કે પેરામેડિકલ સ્ટાફે બેદરકારી દાખવીને દર્દીને એક્સપાયર થઈ ગયેલી બોટલ ચઢાવી દીધી હતી. જ્યારે પરિવારે આ બાબતની જાણ થઈ ત્યારે તાત્કાલિક સ્ટાફનું ધ્યાન દોર્યું હતું. પરિવારે ગંભીર આરોપ મૂક્યો છે કે આ એક્સપાયરી ડેટવાળું પ્રવાહી ચઢાવ્યા બાદ દર્દીની તબિયત સુધરવાને બદલે વધુ લથડી છે અને દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે.
સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે હોસ્પિટલના સ્ટાફે દર્દીને કોઈપણ દવા કે પ્રવાહી આપતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચકાસવાની ફરજ હોય છે. જોકે, આ કિસ્સામાં આ નિયમનો સરેઆમ ભંગ થયો છે, જે GMERS જેવી મોટી સરકારી સંસ્થાની આંતરિક વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
પરિવાર માંગ કરી રહ્યો છે કે જવાબદાર સ્ટાફ અને હોસ્પિટલ વહીવટી તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દર્દીને આવા ભયંકર પરિણામોનો સામનો ન કરવો પડે.
આ સમગ્ર ઘટનાને પગલે હોસ્પિટલનું વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. આ મામલે આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે, પરંતુ સરકારી હોસ્પિટલની આ પ્રકારની ગંભીર બેદરકારીએ સામાન્ય લોકોમાં ભય અને રોષની લાગણી જન્માવી છે.
દર્દીને એક્સપાયરી ડેટની વસ્તુ આપવી એ માત્ર બેદરકારી નહીં પણ દર્દીના જીવ સાથેનું જોખમી ચેડાં ગણાય. આ કિસ્સામાં સત્તાધીશો કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?