'આત્મનિર્ભર ભારત સંકલ્પ' 90 દિવસનું અભિયાન
ગુજરાત ભાજપ પ્રજેશ પ્રમુખ C.R. પાટીલે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન માહિતી રજૂ કરી
C.R. પાટીલ
C.R. પાટીલ
અમદાવાદમાં BJP ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલ એક વિશેષ પત્રકાર પરિષદ દરમિયાનમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.
25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર ચાલશે અભિયાન
આ અભિયાન 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી 90 દિવસ ચાલશે. આ અભિયાનનો હેતુ દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પ્રોત્સાહિત કરવો છે. અભિયાન હેઠળ, “પ્રતિ દુકાન ‘ગર્વ સેઃ કહો હમ સ્વદેશી હૈ’ બોર્ડ લગાવવા, સ્ટીકરો ચાંપવા, રીલ બનાવવી, સ્પર્ધાઓ યોજવી અને સ્વદેશી મેળા, રથયાત્રા કે પદયાત્રા યોજવાનો સમાવેશ છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રીએ પોલીસ અત્યાચારને લઈને આપવો જોઈએ જવાબ?
ગુજરાતનો પ્રત્યેક નાગરીક આ અભિયાનમાં જોડાયઃ CM
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાન જીવી ખાદીનું વેચાણ આજે 31,000 કરોડથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે. એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર થતા જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે. આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે.
લોકલ ફોર વોકલ રાષ્ટ્રીય અભિયાન
C.R. પાટીલએ “લોકલ ફોર વોકલ” મંત્ર અપનાવવા કહ્યું. જે ભારતમાં ખાદ્ય અને ઉત્પાદન વ્યવસાયમાં સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપે છે. તેમણે દાવો કર્યો કે, 2014 પછી 300થી વધુ મોબાઈલ ફેક્ટરીઓ સ્થાપવામાં આવી છે અને હવે 99.2% મોબાઇલ દેશમાં જ બનાવવામાં આવે છે. અભિયાન દ્વારા મોદીના ‘મેક ઇન ઈન્ડિયા’, ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટોને આગળ ધપાવવાનો વિચાર છે. આ સાથે જ ગુજરાત રાજ્યમાં ઉત્પાદિત વસ્તુઓનું મહત્વ વધારવાનું ઉદ્દેશ વિશે જણાવ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?