અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ
ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બપોરે સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

સોમ લલિત સ્કૂલ

સોમ લલિત સ્કૂલ
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આજે, 24 જુલાઈ, 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે આપઘાતનો પ્રયાસ કર્યો. સ્કૂલના ચોથા માળેથી કૂદવાથી વિદ્યાર્થિનીને હાથ, પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને નિધિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં રાખવામાં આવી છે. આ ઘટનાથી સ્કૂલ પરિસરમાં અને વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
આ ઘટના બીજી રિસેસ દરમિયાન બની હતી. જ્યારે વિદ્યાર્થિની ક્લાસરૂમની બહાર આવીને નીચે કૂદવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેના 3 મિત્રોએ તેને રોકવાનો સઘન પ્રયાસ કર્યો હતો. એક મિત્રે તો તેનો હાથ પણ પકડી રાખ્યો હતો, પરંતુ તે છતાં વિદ્યાર્થિનીએ પોતાનો હાથ છોડાવીને તરત જ નીચે છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતાં જ વિદ્યાર્થિનીના માતા-પિતા અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે અને વિદ્યાર્થિની ભાનમાં આવ્યા બાદ તેના આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાશે.
વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી રોજની જેમ સ્કૂલે ગઈ હતી અને તેમને સ્કૂલ તરફથી 12:45 વાગ્યે જાણ કરવામાં આવી હતી. તેમણે હોસ્પિટલ પહોંચીને જણાવ્યું કે, તેમની દીકરીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને શું થયું તે પછીથી ખબર પડશે. સોમ લલિત સ્કૂલના સંચાલક પ્રજ્ઞેશ શાસ્ત્રીએ આ ઘટનાને આપઘાતનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે ખાતરી આપી છે કે, તેઓ પોલીસને CCTV ફૂટેજ અને આ ઘટના સંબંધિત તમામ જરૂરી માહિતી પૂરી પાડશે. જેથી તપાસમાં મદદ મળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!