આજે 13 જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ- મધ્ય ગુજરાતના 10 જિલ્લા મળી 13 જિલ્લાઓમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 13 જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી

આજે 13 જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી
22 મે સુધી હવામાન વિભાગે રાજ્યમાં અલગ અલગ સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ- મધ્ય ગુજરાતના 10 જિલ્લા મળી 13 જિલ્લાઓમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિત ડીસા શહેરમાં તાપમાનનો પારો 40 ડિર્ગીને પાર જવાની શક્યતા છે.
આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, હાલના સાનુકૂળ પરિબળોને કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ અને ભારતીય હવામાન વિભાગ બંનેએ આ વર્ષે સામાન્યથી સારું ચોમાસું રહેવાનું અનુમાન લગાવ્યું છે. સ્કાયમેટ અનુસાર, ચોમાસું 103% સાથે સામાન્ય રહેવાની શક્યતા છે, જ્યારે હવામાન વિભાગે 105% સાથે વધુ સારા ચોમાસાની આશા વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?