જાણો આજે પણ કેમ આ સમાધિ આગળ અટકી જાય છે ભગવાનનો રથ?
સંત સાલબેગ મુસ્લિમ હોવા છતાં ભગવાન જગન્નાથના અનન્ય ભક્ત બન્યા હતા. આજે પણ રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ તેમની સમાધિ સામે થંભી જાય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા
સાલબેગ એ ઓરિસાના સંત હતા. તમનો જન્મ પઠાણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સૂબેદાર લાલબેગ હતા. તેમની માતા પૂરી જિલ્લાના એક ગામના હિન્દુ હતા. સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીરે ઓરિસ્સાનો હવાલો સોંપાયો હતો અને તોઓ હિન્દુ વિરોધી હતા. 1608ના યુદ્ધમાં તે ઘવાયો હતો.
સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો તેમને સોંપ્યો હતો અને તે હિંદુ વિરોધી હતો. 1608ના યુદ્ધમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. 1620-22ની લડાઈમાં સાલબેગ પણ ઈજાગ્રસ્ત થયો હતો. તે વખતે ઓરિસ્સાનો સૂબેદાર મરિઝા એહમદ બેગ ખૂબ જ અત્યાચારી હતો. તેણે જગન્નાથ મંદિરને નુકશાન પણ પહોંચાડ્યું હતું.
લોકવાયકાઓ મુજબ, એક વાર જ્યારે સાલબેગ બિમાર પડ્યો ત્યારે તેમની માતાએ ભગવાન જગન્નાથ બધું સારૂં કરી દેસે તેવા આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સાલબેગને સ્વપ્ન આવ્યું કે, શ્રી જગન્નાથ આવ્યા છે અને તેની બાજુમાં બેઠા છે. તેની બીજી જ સવારે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને તેને માતાને તેના સ્વપ્નની વાત જણાવી. આ ઘટના સાથે જ તેના જીવનમાં એક અગલ જ પરિવર્તન આવી ગયું.
સાલબેગ જગન્નાથ પૂરીમાં ભગવાન જગન્નાતના દર્શન કરવા ગયા હતા. પરંતુ વિધર્મી હોવાના લીધે તેમને મંદિરમાં પ્રવેશના મળ્યો. પરંતુ આ ઘટના બાદ જ્યારે રથયાત્રા થઈ ત્યારે સાલબેગની ઝુંપડી આગળ રથ અટકી ગયો અને ઘણું જોર લગાવવા છતાં તે આગળ વધ્યો નહિ. ત્યારે ભગવાને પૂજારીઓને અંદેશો કર્યો કે, સાલબેગને બોલાવો. જ્યારે સાલબેગે આવીને ત્યાં ભગવાનની સ્તુતિ કરી ત્યારબાદ રથ આગળ વધ્યો.
નવાઈની વાત એ છે કે, આજે પણ જ્યારે ભગવાનનો રથ શહેરની યાત્રા માટે નીકળે છે ત્યારે તેના પૈડા આ સમાધિની સામે થંભી જાય છે. આ બાબત દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!