સચિવાલયમાં હવે “સખી નીર” પ્લાસ્ટિકની જગ્યા કાચની બોટલ, સસ્તું અને ઇકો-ફ્રેન્ડલી પાણી ઉપલબ્ધ
સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિકની બોટલના બદલે કાચની બોટલમાં 'સખી નીર' તરીકે પાણી આપવામાં આવશે.

પ્લાસ્ટિકના બદલે કાચની બોટલ

પ્લાસ્ટિકના બદલે કાચની બોટલ
ગુજરાત સચિવાલય હવે પર્યાવરણની સુરક્ષા તરફ વધુ એક પગલું ભર્યું છે. હવે અહીં પ્લાસ્ટિકની બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી “સખી નીર”ના નામે ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઈકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ નવો બ્લોક નંબર-13ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કર્યો હતો.
આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગના વિઝનને સાકાર કરતો છે. “સખી નીર”ના આ પ્લાન્ટનું સંચાલન ‘માં’ નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. આ ટેકનોલોજી વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને તેમની ટીમે વિકસાવી છે, જેને 2 પેટન્ટ પણ મળ્યા છે.
આ પ્રકારનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમ ડુંગરી ઈકો ટુરીઝમ સાઇટ પર “અંબિકા નીર”ના નામે શરૂ થયો હતું. હવે તેનું વિસ્તરણ સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
કાચની બોટલના પરિવહન માટે ઈ-રીક્ષાનો પણ ઉપયોગ કરાશે, જેને CM ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કર્યું. આ ઇ-રિક્ષા પણ યુવા સ્ટાર્ટઅપ દર્પણ કડુ દ્વારા ડેવલપ કરાઈ છે.
આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ ડેવલપર્સ અને સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો અને પ્રોત્સાહન આપ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!