શારદાબેન હોસ્પિટલમાં દર્દીના મોતે સગાઓનો હંગામો
શારદાબેન હોસ્પિટલમાં દર્દીનું મોત થતા સગાઓ હથિયાર સાથે પહોંચતા હોબાળો
શારદાબેન હોસ્પિટલ
શારદાબેન હોસ્પિટલ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય સાલેહા ફિરોજભાઈ અખ્તરને શ્વાસની તકલીફ થતાં તેમને મંગળવારે વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ તેમનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી, જ્યારે મૃતકના સંબંધીઓ લાકડીઓ અને અન્ય હથિયારો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.
પરિવારજનોનો આરોપ છે કે દર્દીને વહેલી સવારે ૨.૩૦ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરો હાજર ન હોવાથી સારવાર શરૂ કરવામાં વિલંબ થયો હતો. બીજી તરફ, હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. હેતલ વોરાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીને દાખલ કરવામાં આવ્યા બાદ તાત્કાલિક કેજ્યુઅલિટી મેડિકલ ઓફિસર દ્વારા આઈસીયુમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ડો. વોરાએ વધુમાં જણાવ્યું કે લગભગ દસથી પંદર મિનિટ સુધી દર્દીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની હાર્ટબીટ પાછી આવી ન હતી, જેના કારણે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, થોડી જ મિનિટો બાદ મૃતકના સંબંધીઓ હથિયારો સાથે હોસ્પિટલ પહોંચતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી, પરંતુ ત્યારબાદ પરિવારજનો મૃતદેહ લઈને હોસ્પિટલથી રવાના થઈ ગયા હતા.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.