કમોસમી વરસાદનો રાઉન્ડ: સરેરાશ 2.5 મીમી સામે 42 મીમી, 1581 ટકા વધુ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 3697 ટકા પ્રમાણે 94.9 મીમી વરસાદ વરસ્યો

કમોસમી વરસાદનો નવો રેકોર્ડઃ કમોસમી વરસાદ બાદ વાવાઝોડાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા

કમોસમી વરસાદનો નવો રેકોર્ડઃ કમોસમી વરસાદ બાદ વાવાઝોડાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા
ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લાં 20 દિવસમાં રાજ્યમાં 1581 ટકા વરસાદ વરસી ગયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન સરેરાશ 2.5 મીમી વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે 1581 ટકા એટલે કે 42 મીમી વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ છે. છેલ્લાં 20 દિવસ દરમિયાન સૌથી વધુ અમરેલી જિલ્લામાં 94.9 મીમી એટલે કે 3697 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 5 મે 2025થી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં 5 મેથી 22 મે સુધીમાં સરેરાશ 42 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીના ઈતિહાસમાં સરેરાશ 2.5 મીમી વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વર્ષે 42 મીમી એટલે કે 1581 ટકા વધુ વરસાદ થયો છે.
આ વર્ષે તમામ જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. સૌથી વધુ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લામાં આ સમયગાળા દરમિયાન સરેરાશ 2.5 મીમી વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વર્ષે 94.9 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. તેવી જ રીતે ડાંગમાં સરેરાશ 9.8 મીમીની તુલનામાં 83.8 મીમી એટલે કે 755 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.
આણંદમાં સરેરાશ 2.9 મીમીની સરખામણીએ 81.2 મીમી એટલે કે 2701 ટકા, જૂનાગઢમાં 1 મીમીની તુલનામાં 82.1 મીમી એટલે કે 8114 ટકા અને રાજકોટમાં સરેરાશ 2.7 મીમીની તુલનામાં 79.1 મીમી એટલે કે 2828 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં 25.4 મીમી એટલે કે 748 ટકાથી લઈને 74 મીમી એટલે કે 3795 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. હાલમાં વાવાઝોડું પ્રથમ તબક્કામાં એટલે કે લો પ્રેશર બન્યુ છે. લો પ્રેશર બન્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ડીપ ડિપ્રેશન ફેરવાય તેવી શક્યતા છે. જો લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો સાયક્લોન આવવાની પૂરેપૂરી શક્યતા છે. તેથી રાજ્યના દરિયા કાંઠે વાવાઝોડું ટકરાય તો ચોમાસા પહેલા સરેરાશ વરસાદની ટકાવારી વધી જાય તેમ છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતાં વરસાદ વહેલો આવી જવાની શક્યતા છે. તેના કારણે ખરીફ પાકોનું વાવેતર પણ વહેલા થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?