અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ
અમદાવાદના રસ્તાઓ પરથી રીક્ષાના પૈડા થંભી ગયા

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રીક્ષા હડતાલને મળ્યો મિશ્ર પ્રતિસાદ.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રીક્ષા હડતાલને મળ્યો મિશ્ર પ્રતિસાદ.
અમદાવાદમાં ઓટોરીક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાલ સુધી પહોચી ગયો છે. પોલીસ દ્વારા રીક્ષાચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના લીધે આક્ષેપ સાથે ઓટોરીક્ષા યુનિયને આજે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. પોલીસની કાર્યવાહી તાત્કાલિક બંધ નહી કરવામાં આવે તો અમદાવાદના રસ્તાઓ પરથી રીક્ષાના પૈડા થંભી ગયા છે.ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રીક્ષા ચાલકો સામે અમદાવાદ પોલીસની કાર્યવાહી કરવાના લીધે આ હડતાલ કરવાનું ઓટોરીક્ષા યુનિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યું છે.
પોલીસની કાર્યવાહીથી નારાજ ઓટોરીક્ષા યુનિયન દ્વારા આજે હડતાલનું એલાન કર્યું છે. રીક્ષાચાલકોનું આક્ષેપ છે, કે પોલીસ પોતાના અધિકારોનું દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. ઓટોરીક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને જણાવ્યું છે.સરકારે ઓટોરીક્ષાને રોજગાર સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે. છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને 'ટાર્ગેટ' પુરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે. અને ખોટો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદના અલગ અલગ 9 રીક્ષાચાલક યુનિયન તરફથી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રીક્ષા હડતાલને મળ્યો મિશ્ર પ્રતિસાદ.

ઓટો રીક્ષા યુનિયન દ્વારા આ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યા :
મોટર વ્હીકલ એક્ટનો દુરુપયોગ :
રીક્ષાચાલકો દ્વારા જણાવ્યા મુજબ મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફકત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.
એક તરફી કાર્યવાહી :
રીક્ષાચાલક દાવો કરે છે, કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરીક્ષા સામે જ કરવામાં આવે છે. જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
ભ્રષ્ટાચારના આક્ષેપ :
યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર,ડમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.
કાયદાનું પાલન :
રીક્ષાચાલકો કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. અમલીકરણની રીત ખોટી હોવાનું મળવામાં આવે છે.
રીક્ષા યુનિયનની મુખ્ય માંગણી :
રીક્ષા યુનિયનની મુખ્ય માંગણી છે, કે જે ઓટોરીક્ષાના દસ્તાવેજો સંપૂર્ણ હોય તેમને તાત્કાલિક છોડી દેવા ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરવું જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહી આવે તો યુનિયન દ્વારા હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે. જેના કારણે અમદાવાના સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!