પીડિતાની ઓળખ છતી કરવી કોંગ્રેસ નેતાને ભારે પડી
પ્રગતિ આહીર સહિત ૨૫ સામે JJ એક્ટ હેઠળ ગુનો; સોશિયલ મીડિયા પર ફોટો કર્યા હતા વાયરલ

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR
રાજકોટ જિલ્લાના આટકોટમાં દુષ્કર્મ પીડિત બાળકી અને તેના પરિવારની ઓળખ સોશિયલ મીડિયા પર છતી કરવી કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને ભારે પડ્યું છે. આ ગુનાહિત કૃત્ય બદલ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) અધિનિયમ હેઠળ પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો ભંગ:
રાજકોટના જસદણમાં બનેલા નિર્ભયાકાંડ બાદ કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને અન્ય આગેવાનો પીડિત પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. જોકે, તેમણે આ મુલાકાત દરમિયાન લીધેલા ફોટા કોઈ તકેદારી વગર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેનાથી પીડિત બાળકીના પરિવારની ઓળખ જાહેર થઈ ગઈ હતી. બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ (જુવેનાઇલ જસ્ટિસ) મુજબ આ એક ગંભીર ગુનો છે.
ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રગતિ આહીરે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ઓળખ જાહેર કરી, જે કાયદાનો ભંગ છે.
સજાની જોગવાઈ:
જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ૭૪ હેઠળ પીડિત બાળકની ઓળખ છતી કરવા સામે નિષેધ છે. જોગવાઈનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છ માસ સુધીની કેદની સજા અથવા રૂ. બે લાખ સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
પોલીસે હવે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. ફોટા કોણે અપલોડ કર્યા અને કેટલા ગ્રુપોમાં વાયરલ થયા તેની તપાસ માટે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિજિટલ પુરાવાની ખરાઈ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?