નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી સવા કરોડ સેરવ્યા
રાજકોટના શિક્ષક ડીજીટલ અરેસ્ટ- ગુજરાત સહિત 4 રાજ્યોના ખાતામાં ટ્રાન્સફર કરાતા હતા પૈસા..

નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનારની ધરપકડ

નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનારની ધરપકડ
રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય એક નિવૃત્ત શિક્ષક સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી 'ડિજિટલ એરેસ્ટ'નો ભોગ બન્યા છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં આ 'ડીજીટલ અરેસ્ટ'નો ત્રીજો બનાવ છે. સાયબર ગઠીયાઓ હવે વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવતા હોય તેમ નજરે ચડે છે.
વૃદ્ધ શિક્ષકને 20 દિવસ સુધી સતત ડરાવીને ધમકાવીને ગઠિયાઓએ તેમની પાસેથી ₹1.14 કરોડની માતબર રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે સાયબર ક્રાઇમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની જેતપુરથી ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ મુખ્ય ગઠિયાઓ માટે કમિશનના આધારે બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનું કામ કરતો હતો. આ 'ભાડે' લીધેલા એકાઉન્ટનો ઉપયોગ વૃદ્ધ શિક્ષક પાસેથી પડાવેલી રકમ જમા કરવા અને અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સાયબર ગઠિયાઓએ ₹1.14 કરોડની રકમ માત્ર ગુજરાત પૂરતી નહીં, પણ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી હતી.
આ કિસ્સામાં 'ડિજિટલ એરેસ્ટ' નામની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાઓ ફરિયાદીને કોઈ ગંભીર ગુનામાં ફસાવવાનો ડર બતાવી, તેમને સતત ઑનલાઇન રહેવા અને તેમના પર 'ડિજિટલ નજરકેદ' રાખવા માટે દબાણ કરે છે. આ દરમિયાન તેમને પોલીસ કે સરકારી અધિકારીઓ તરીકે રજૂ કરીને પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવે છે. નિવૃત્ત શિક્ષકે પણ આ જ રીતે ડરીને કરોડો રૂપિયા ગુમાવ્યા હતા.
પોલીસની તપાસ ચાલુ
આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા આરોપીના આધારે પોલીસે હવે આ આંતરરાજ્ય જેવા કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સાયબર ગઠિયાઓની ગેંગના મુખ્ય સૂત્રધારો અને અન્ય બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોને લક્ષ્ય બનાવતી સાયબર ક્રાઇમની વધતી જતી જાળ સામે ગંભીર ચેતવણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?