ગુજરાતને માવઠાથી રાહત: 7 નવેમ્બરથી ઠંડા વાયરા શરુ!
આજથી વરસાદી વિઘ્નમાંથી છૂટકારો, 18થી 24 નવેમ્બર દરમિયાન ફરી વાતાવરણ પલટાશે

ગુજરાતને માવઠાથી રાહત

ગુજરાતને માવઠાથી રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠા) વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, આખરે હવે માવઠાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી (5 નવેમ્બર) રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વિઘ્નમાંથી છૂટકારો મળશે.
આગામી 5 દિવસ વરસાદ નહીં
હવામાન વિભાગના મતે, આગામી 24 કલાક બાદ રાજ્યને માવઠાના પ્રહારથી સંપૂર્ણપણે રાહત મળવાની શક્યતા છે. 5 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી, જેનાથી ધરતીપુત્રો રાહતનો શ્વાસ લઈ શકશે.
જોકે, રાહતની વાત વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. દરમિયાન, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે.
7 નવેમ્બરથી વાતાવરણ બદલાશે
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે. માવઠામાંથી રાહત મળ્યા બાદ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.
7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે, જેનાથી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે. આ ઉપરાંત નવેમ્બરના મધ્યમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોએ સાવચેત રહેવું જરૂરી છે.
કમોસમી વરસાદના કહેરથી ગુજરાતને હવે મુક્તિ મળવાના એંધાણ છે અને આગામી દિવસોમાં રાજ્યમાં સુખદ ઠંડક અનુભવાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?