Jamnagar માં વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટરનું નિર્માણ કરવાનું રિલાયન્સનું આયોજન
એક ગીગાવોટ કરતાં વધુ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર નિર્માણ પામશે

રિલાયન્સ જિયો જામનગરમાં સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે

રિલાયન્સ જિયો જામનગરમાં સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે
સુરેશ વણોલ, અમદાવાદ
દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઈલ રિફાઈનરી સ્થાપીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર (Jamnagar)ને વૈશ્વિક ઓળખ આપી હતી. ત્યારે આગામી દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર (Jamnagar)માં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર નિર્માણ કરવા જઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત ડેટા સેન્ટરનું નિર્માણ થતાં સૌથી મોટી રિફાઈનરી બાદ જામનગર (Jamnagar)ને સૌથી મોટા ડેટા સેન્ટરની ઓળખ મળશે. હાલમાં દુનિયાના સૌથી મોટા ડેટા સેન્ટર અમેરિકામાં આવેલા છે અને જેની ક્ષમતા એક ગીગાવોટ કરતાં પણ ઓછી છે.
ઓગસ્ટ 2024માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ડેટા સેન્ટર માટે કામગીરી શરૂ કરી દેવાની જાહેરાત કરીને 24 મહિનામાં તે કાર્યરત થઇ જશે તેમ જણાવ્યું હતું. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) માટે જરૂરી કોમ્પ્યુટીંગ ક્ષમતા માટે પણ કંપનીએ ભાગીદાર શોધી લીધા છે. આ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની એનવીડીયા પાસેથી બ્લેકવેલ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ (જીપીયુ) ખરીદવા માટે તૈયારી કરી છે.
એઆઈ કોમ્પ્યુટીંગ માટે જરૂરી લાર્જ લેન્ગવેજ મોડેલ (એલએલએમ) ડેવલપ કરવા માટે રિલાયન્સ અને એનવીડીયાએ સપ્ટેમ્બર 2024માં ભાગીદારી જાહેર કરી હતી. આ ઉપરાંત, બન્ને કંપનીઓ ભારતમાં એઆઈ માટે વધારે સહયોગ કરશે એવી જાહેરાત પણ થઇ હતી.
જામનગર (Jamnagar) ખાતે પ્રસ્તાવિત ડેટા સેન્ટર માટે વીજળી સંપૂર્ણ રીતે પર્યાવરણને નુકસાન નહીં કરે એ રીતે મેળવવામાં આવશે. જામનગર (Jamnagar) ખાતે સોલાર બેટરી સેલ સ્ટોરેજ અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સહિત 100 ગીગાવોટની ગ્રીન એનર્જી ક્ષમતા ઉભી કરી રહ્યું છે. આ ક્ષમતા ઉભી થયા પછી જામનગર (Jamnagar) ક્રૂડ ઓઈલની જેમ વિશ્વમાં એક લોકેશન ઉપર ઉત્પન્ન થતી વીજળીમાં પણ વિશ્વમાં અવ્વલ સ્થાન ઉપર આવશે.
આ ક્ષમતામાંથી ડેટા સેન્ટરને એક ગીગાવોટ વીજળી આપવામાં આવશે. એક ગીગાવોટ વીજળીમાંથી 7 થી 10 લાખ ઘરોની વીજળીની જરૂરીયાત પૂર્ણ થઇ શકે છે. એનવીડીયાના સીઈઓ ઓક્ટોબર 2024માં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુકેશ અંબાણી સાથે ભારતમાં એઆઈના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી અને બંને કંપનીઓ આ ક્ષેત્રમાં કેવી રીતે સાથે કામ કરી શકે તે અંગે ચર્ચા થઇ હતી.
રિલાયન્સના જામનગર (Jamnagar) ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે લગભગ 20 અબજ ડોલરનું રોકાણ થાય તેવો અંદાજ છે. કોમ્પ્યુટીંગ, સ્ટોરેજ અને અન્ય સવલતો સાથે ડેટા સેન્ટર ઉભું કરવામાં આવે છે. આ ડેટા સેન્ટરનો ઉપયોગ કંપનીઓ, સરકાર ડેટા સ્ટોરેજ, કલાઉડ કોમ્પ્યુટીંગ કે ડેટા સેફટી માટે કરે છે. આ ડેટા સેન્ટર ચલાવતી કંપનીએ કોમ્પ્યુટર, પ્રોસેસર, ટેલીકોમ, વીજળી સહિતની સુવિધા ઉભી કરવાની હોય છે અને તેનો ઉપયોગ અન્ય ગ્રાહકો કરે છે. ગુગલની માલિક આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અત્યારે વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર ચલાવે છે. રિલાયન્સ તેની ડેટા સેન્ટર ક્ષમતા વધારી ત્રણ ગીગાવોટ પણ કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.