પાકિસ્તાનથી રેહાનાની PM મોદીને આજીજી
રાજકોટના પરિવારનો વિરહ: વિઝાના ચકરાવામાં ત્રણ વર્ષથી બાળકો માતાથી દૂર; ભારત આવવા માંગી મદદ

વિઝાના ચક્કરમાં પરિવાર પરેશાન

વિઝાના ચક્કરમાં પરિવાર પરેશાન
રાજકોટ અને કરાચી વચ્ચે વહેંચાયેલા એક પરિવારની આ કરુણ ગાથા અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને કડક વિઝા નીતિઓને કારણે એક માસૂમ માતૃત્વ છેલ્લા ત્રણ વર્ષથી સરહદની પેલે પાર વિરહની વેદના વેઠી રહ્યું છે.
રાજકોટમાં એસી (AC) રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા પરવેઝ શેખના જીવનમાં ૨૦૧૫માં ખુશીઓ આવી હતી. તેમના લગ્ન કરાચીમાં રહેતી તેમની માસીની દીકરી રેહાના સાથે થયા હતા. રેહાના પાકિસ્તાનથી ભારત આવી અને રાજકોટમાં જ બંનેના નિકાહ સંપન્ન થયા. લગ્ન બાદ રેહાનાએ ભારત સરકારના તમામ કાયદાકીય નિયમોનું પાલન કર્યું અને વિઝા રિન્યૂ કરાવીને ભારતમાં સુખી સંસાર શરૂ કર્યો. આ દસ વર્ષના ગાળામાં તેમને બે સંતાનો થયા.

વર્ષ ૨૦૨૨માં રેહાનાના લોન્ગ ટર્મ વિઝાની અવધિ પૂર્ણ થઈ. ભારત સરકારના નિયમ મુજબ તેને વિઝા રિન્યૂઅલ માટે ફરીથી પાકિસ્તાન જવાની સૂચના મળી. ડિસેમ્બર ૨૦૨૨માં રેહાના તેના પતિ પરવેઝ અને બે નાના બાળકો સાથે કરાચી ગઈ. તે સમયે કોઈને અંદાજ નહોતો કે આ મુસાફરી તેમના પરિવારને વિખેરી નાખશે.
કરાચીમાં અઢી મહિના રોકાયા બાદ પણ રેહાનાના વિઝામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી રહી. બીજી તરફ, પરવેઝ અને બાળકો ભારતીય નાગરિક હોવાથી તેમના વિઝાની મુદ્દત પૂરી થતી હતી. નાછૂટકે પરવેઝે તેના બે માસૂમ બાળકો સાથે ભારત પરત ફરવું પડ્યું, એ આશાએ કે રેહાના થોડા દિવસોમાં વિઝા લઈને આવી જશે. પરંતુ આજે ત્રણ વર્ષ વીતી ગયા છતાં રેહાના કરાચીના સોલ્જર બજારમાં એકલી તેના પરિવારના મિલનની રાહ જોઈ રહી છે.

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ અને બોર્ડર પરની કડક પાબંદીઓને કારણે વિઝા પ્રક્રિયા લગભગ અટકી ગઈ છે. પરવેઝે રાજકોટ કલેક્ટર કચેરીથી લઈને દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી સુધીના અનેક ધક્કા ખાધા છે. પાકિસ્તાન હાઈકમિશન કહે છે કે ભારત તરફથી 'ક્લિયરન્સ' મળે તો અમે તૈયાર છીએ, જ્યારે ભારતીય તંત્ર એમ્બેસી તરફ આંગળી ચીંધે છે.
માતા વિનાના બાળકોની કરુણ સ્થિતિપરવેઝ અત્યારે પોતાના બે બાળકો સાથે તેની બહેનના ઘરે રહે છે. તેની વૃદ્ધ માતા પથારીવશ છે. પરવેઝ જ્યારે કામે જાય ત્યારે તેની બહેન બાળકો અને માતાની સેવા કરે છે. પરવેઝ જણાવે છે કે, "જ્યારે હું ભારત પાછો આવ્યો ત્યારે મારો દીકરો માત્ર દોઢ વર્ષનો હતો, આજે તે ચાર વર્ષનો થયો પણ તેણે તેની માતાનો ચહેરો માત્ર વીડિયો કોલમાં જોયો છે. દીકરી ત્રીજા ધોરણમાં આવી ગઈ છે અને રોજ પૂછે છે કે મમ્મી ક્યારે આવશે?"
PM મોદી પાસે છેલ્લી આશારેહાનાએ પાકિસ્તાનથી સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરી છે. તેણે કહ્યું છે કે તે ભારતની વહુ છે અને તેના બાળકો ભારતીય છે, તેને માનવતાના ધોરણે ભારત આવવાની પરવાનગી આપવામાં આવે. પરવેઝે પણ સ્પષ્ટ કર્યું છે કે તેની પાસે લગ્નના પ્રમાણપત્રો, ફોટા અને તમામ કાયદેસરના પુરાવાઓ છે. જો સરકાર મદદ નહીં કરે તો તે હવે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી રહ્યો છે.
આ એક એવા પરિવારની વાર્તા છે જે બે દેશો વચ્ચેના રાજકીય તણાવમાં પીસાઈ રહ્યો છે. શું માનવતાના નાતે આ માસૂમ બાળકોને તેમની માતા પાછી મળશે? તે હવે સરકારના નિર્ણય પર નિર્ભર છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.