RBI એ ગુજરાતની આ બેંકને ફટકાર્યો મસમોટો દંડ
NPA વર્ગીકરણના નિયમોનું પાલન ન થતાં ગુજરાતની કો-ઓપરેટિવ બેંક પર કાર્યવાહી

RBI એ ફટકાર્યો અધધ દંડ

RBI એ ફટકાર્યો અધધ દંડ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ફરી એકવાર ગુજરાતની જાણીતી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર નિયમનકારી નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકને $25 લાખ રૂપિયાનો આ દંડ 'આવકની ઓળખ, અસ્ક્યામતોનું વર્ગીકરણ (Asset Classification), જોગવાઈઓ' સંબંધિત RBIના સ્પષ્ટ નિયમોનું પાલન ન કરવા બદલ કરવામાં આવ્યો છે.
દંડ શા માટે થયો? NPA વર્ગીકરણમાં ચૂંકRBI દ્વારા 31 માર્ચ, 2024 સુધીની બેંકની આર્થિક સ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ અને ત્યારબાદના સુપરવાઇઝરી રીવ્યુમાં સ્પષ્ટ થયું કે બેંકે કેટલાક મહત્ત્વના નિયમોનું પાલન કર્યું નથી.
સૌથી મુખ્ય મુદ્દો એ હતો કે બેંક કેટલાક દેવાદારોની ક્રેડિટ ફેસિલિટીને નોન-પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી, જે RBIના નિયમનકારી નિયમોનું સીધું ઉલ્લંઘન છે.
RBIએ બેંકને કારણ બતાવો નોટિસ (Show Cause Notice) આપી હતી, પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલો લેખિત અને મૌખિક જવાબ સંતોષકારક ન જણાતા, સેન્ટ્રલ બેંકે 28 ઓક્ટોબર, 2025 ના આદેશ હેઠળ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની સત્તાઓનો ઉપયોગ કરીને દંડની આ કાર્યવાહી કરી.
આ પ્રથમ વખત નથી, બેંકનો જૂનો રેકોર્ડRBIનું સ્પષ્ટીકરણ: RBIએ સ્પષ્ટતા કરી છે કે આ દંડ માત્ર નિયમનકારી પાલનમાં રહેલી ખામીઓ માટે છે. તે બેંક અને તેના ગ્રાહકો વચ્ચેના કોઈપણ લેવડદેવડ એગ્રીમેન્ટની વેલિડિટીને અસર કરતો નથી.
નોંધનીય છે કે, મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક પર નિયમોના ઉલ્લંઘન બદલ દંડની કાર્યવાહી થવી નવી વાત નથી.
જુલાઈ 2024: આ અગાઉ, બેંકને રૂ. 5.9 કરોડનો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સમયે દંડનું મુખ્ય કારણ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સંબંધીઓને નિયમો નેવે મૂકીને લોન આપવી અને અસ્ક્યામતોના વર્ગીકરણમાં ગરબડ કરવાનો હતો.
બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ગ્રાહકોના વિશ્વાસ અને બેંકની આર્થિક સ્થિરતા માટે નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. વારંવાર નિયમોનું ઉલ્લંઘન બેંકની કામગીરી પર સવાલો ઊભા કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!