રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડઃ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી!
મનસુખ સાગઠીયા, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરીએ બિનતહોમત છોડી મૂકવા માટે કરી હતી અરજી

કોર્ટના ચુકાદાને પગલે ટીઆરપી અગ્નિકાંડ કેસની ટ્રાયલ શરૂ થશે, હાલ 15 પૈકી 11 આરોપીઓ જેલમાં

કોર્ટના ચુકાદાને પગલે ટીઆરપી અગ્નિકાંડ કેસની ટ્રાયલ શરૂ થશે, હાલ 15 પૈકી 11 આરોપીઓ જેલમાં
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠીયા, ભીખા ઠેબા સહીત સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી છે. ડિસ્ચાર્જ અરજી ફગાવીને તમામ આરોપીઓ સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે. આ કેસમાં કુલ 15 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ થયા બાદ 4 આરોપીઓ જામીન પર મુક્ત છે અને 11 આરોપીઓ જેલમાં બંધ છે. આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવતા ટ્રાયલ શરૂ થઇ શકી નથી. 13 માસ બાદ હવે કોર્ટમાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિત 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા. ચાર્જશીટ થયા બાદ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈને બિનતહોમત (ડિસ્ચાર્જ) છોડી મુકવા અરજી દાખલ કરી હતી.
આરોપીઓની દલીલ સામે સરકાર પક્ષે પ્રોસીક્યુસન દ્વારા દલીલ કરવામાં આવી હતી. આરોપીઓની જવાબદારી અને બેદરકારી તેમજ સંડોવણી અંગે પુરાવા સાથે દલીલો કરવામાં આવી હતી. કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલા મજબૂત પુરાવા અદાલત સમક્ષ મૂકવામાં આવ્યા છે. કોર્ટે સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી તમામ સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે. આ સાથે જ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસનું ટ્રાયલ ચાલવાનું રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. માટે આગામી સમયમાં કેસની અંદર ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
આ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. અગાઉ કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ એસટીઓ રોહિત વિગોરાએ પણ સુપ્રીમમાં જામીન અરજી કરી છે. આરોપીઓ એક વર્ષથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. રાજકોટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે પણ બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતીય ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા 17 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
25 મે 2024ના રોજ રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 જેટલા લોકો દાઝ્યા હતા. પોલીસે ફરિયાદી બની 16 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ન્હૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન TPO મનસુખ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
16 આરોપીઓ પૈકી 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા. જેમાંથી ગૌતમ જોશી, મુકેશ મકવાણા જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા જામીન મુક્ત છે. બાકીના 11 આરોપી એક વર્ષથી જેલમાં બંધ છે. જ્યારે અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ હીરન નામના આરોપીનું મોત થયું હતું.
આ કેસમાં અન્ય આરોપીઓની માફક ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની મુખ્ય જવાબદારી બનતી હતી તેમણે ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફોર્મ કરવાની હતી. પોલીસ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોરવર્ડ કરી દે, પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરે બધુ ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યારબાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી. પરંતુ ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા. જેના કારણે અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!