રાજકોટ : આરોગ્ય કેન્દ્રમાં નર્સની બેદરકારી
નર્સ વીડિયો કોલમાં મશગૂલ રહી બાળકને ઇન્જેક્શન આપતો વીડિયો વાયરલ

આરોગ્ય કેન્દ્રમાં નર્સની બેદરકારી

આરોગ્ય કેન્દ્રમાં નર્સની બેદરકારી
રાજકોટ નાનામવા આરોગ્ય કેન્દ્રમાં બેદરકારીનો વીડિયો વાયરલ :
રાજકોટ શહેરમાં નાનામવા જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ દરમિયાન નર્સની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે નર્સ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો કોલ પર વ્યસ્ત છે અને તે દરમિયાન એક નાના બાળકને ઇન્જેક્શન આપવા તૈયારી કરી રહી છે. આ દ્રશ્ય જોતા લોકોમાં નારાજગી ફેલાઈ છે અને બાળકની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
વિડિયોમાં નર્સ ખુરસી પર બેસીને વીડિયો કોલ પર વાતચીત કરી રહી છે, હસી રહી છે અને એક તરફ હાથથી ઇન્જેક્શન તૈયાર કરી રહી છે. આ દરમિયાન બાળક બાજુમાં સૂતેલું છે. બાળકના વાલી પણ હાજર હતા, છતાં નર્સનું ધ્યાન મોબાઈલ પર હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી બેદરકારી બાળક માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
આ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડૉ. વાંકાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે નર્સને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને જો બેદરકારી સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. શક્ય છે કે સસ્પેન્શન કે શિસ્તભંગની કાર્યવાહી પણ હાથ ધરાશે.
આ બનાવે ફરી એકવાર આરોગ્યકર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા પર સવાલ ઊભો કર્યો છે. હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો જીવ કર્મચારીઓના હાથમાં હોય છે, તેથી આવી લાપરવાહી અક્ષમ્ય ગણાય છે. હાલ મનપા દ્વારા નર્સ સામેની તપાસ શરૂ થઈ ગઈ છે, પરંતુ કાર્યવાહી ક્યારે અને કેટલી કડક થાય છે તે જોવાનું રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?