લો બોલો..સાંસદે ફોન કરતા લાંચીયા અધિકારીએ પૈસા પરત આપ્યા
સાંસદ રામ મોકરિયાએ આ અધિકારી કે તેના વિભાગનું નામ લેવાનું ટાળ્યું

સાંસદ રામ મોકરિયાએ આ અધિકારી કે તેના વિભાગનું નામ લેવાનું ટાળ્યું

સાંસદ રામ મોકરિયાએ આ અધિકારી કે તેના વિભાગનું નામ લેવાનું ટાળ્યું
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની ઝડપભરી દખલના કારણે લાંચની માંગણી કરનાર સરકારી અધિકારીએ માત્ર 10 મિનિટમાં રૂ. 25,000 પાછા આપ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને પગલે સાંસદે વિભાગ અને અધિકારીનું નામ જાહેર કર્યા વિના, સરકારને આ મામલે કડક પગલાં લેવા માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં એક વેપારીઓના કારખાનામાં ગઈકાલે સાંજે લગભગ 5 વાગે એક સરકારી અધિકારી ચેકિંગ માટે પહોંચ્યા હતા. આ અધિકારીએ વેપારીને દંડ તો કર્યો પણ સાથે 25,000 લાંચ માંગવામાં આવી હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો--- Rajkot : હાઈવે પર ભયાવહ અકસ્માત, ટેન્કર પલટ્યું, ૧૦ ઘાયલ, લોકો તેલ માટે તૂટી પડ્યા!
વેપારીએ આ અંગે સાંસદ રામ મોકરિયાને ફોન કરીને રજુઆત કરી હતી. સાંસદે અધિકારીને તાત્કાલિક ફોન કરીને કાયદેસર કાર્યવાહીથી બહાર જઇ કોઈ પણ જાતની હેરાનગતી ન કરવા ચેતવણી આપી. "મારાં ફોન કર્યા બાદ માત્ર 10 મિનિટમાં એ અધિકારીએ રૂપિયા પરત આપી દીધા," એમ રામ મોકરિયાએ જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "સાચા કામ માટે કોઈ ખોટા પૈસા માંગે એ ચલાવી શકાય નહીં. આવાં અધિકારીઓ ગુજરાત સરકારનું નામ ખરાબ કરે છે. હવે એ જ વ્યક્તિ માફી માગવા ફરી આવ્યા છે. હું આ મામલે સંબંધિત મંત્રીને જાણ કરીશ અને ચોક્કસ પગલાં લેશે તેવી અપેક્ષા છે."
રામ મોકરિયાએ જાહેરમાં ગુજરાતના નાગરિકોને અપીલ કરી હતી કે, "રાજકોટમાં કે રાજ્યમાં ક્યાંય લાંચ માંગવામાં આવે તો તરત એસીબીમાં ફરિયાદ કરો. ખોટા દબાણ સામે લડવા માટે સરકાર સાથે સભ્ય નાગરિક તરીકે ઊભા રહો."
આ મામલે અત્યારે સુધી અધિકારીનું નામ કે વિભાગ જાહેર કરાયું નથી, પરંતુ ઘટના સામે આવી જતાં સરકારી તંત્ર અને વિરોધ પક્ષો બંને તરફથી ગંભીર પ્રતિસાદ આવવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!