PGVCL કચેરીમાં જનતા રેડ, કોર્પોરેટર જયમીન ઠાકરે અધિકારીઓને ખખડાવ્યા
રાજકોટના વોર્ડ નંબર-2માં 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકરે PGVCL કચેરીમાં રાત્રે જનતા રેડ કરી અને અધિકારીઓને તીવ્ર શબ્દોમાં ઝાટક ...

PGVCL કચેરી

PGVCL કચેરી
રાજકોટના વોર્ડ નંબર-2માં છેલ્લા 4 દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતી હોવાની ફરિયાદો વધી રહી હતી. આ મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ હતો. આ રોષ ત્યારે ફાટ્યો, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે સ્થાનિક લોકોને સાથે રાખીને રાત્રે PGVCLની પ્રદ્યુમનનગર (જામટાવર) કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી. તેમણે અધિકારીઓ સામે ગંભીર આરોપો મૂકીને ભારે વિરોધ વ્યક્ત કર્યો અને તેઓના ઉદ્ધતાઈભર્યા વર્તન પર તીવ્ર અસંતોષ જાહેર કર્યો.
જયમીન ઠાકરે અધિકારીઓને સંબોધીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, PGVCL તમારા બાપુજીની પેઢી નથી. તેમણે કહ્યું કે, “હવે PGVCL કચેરીને તાળું મારી દેવા માટે આવ્યા છીએ, કારણ કે 4 દિવસથી વીજળી ગુલ થાય છે. તમારી કોઈ જવાબદારી છે કે નહીં? તમે રાત્રે જ રિપેરિંગ કરો છો તો દિવસે શું કરો છો?” તેમણે એવો પણ આરોપ મૂક્યો કે, PGVCLના અધિકારીઓ ઘમંડભર્યું વર્તન કરે છે અને પ્રશ્નોના યોગ્ય જવાબ પણ નથી આપતા.
ઠાકરે કહ્યું કે, “જ્યારે લોકોને રાત્રે જમવાનું કરવાનું હોય ત્યારે PGVCL ખાડા ખોદવા નીકળે છે. તમે ગુજરાત સરકારના કર્મચારી છો, કોઈના ખાનગી નોકર નથી. જો લાઇટ ન જાય તો લોકો તકલીફમાં રહે નહીં અને PGVCLના અધિકારીઓ જવાબદાર બનીને કાર્ય કરે એ જરૂરી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જો લાઈટ ફરી જાય તો “PGVCLનું કનેક્શન કાપી નાખીશ” અને “જોઈતી હોય તો FIR કરી લ્યો, હું છૂટ છું.”
આ સમગ્ર ઘટનાક્રમમાં PGVCLના અધિક્ષક ઇજનેર ભરત રાઠોડે પણ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 2માં આવેલા ઇન્કમટેક્સ ફીડરમાં સતત ટ્રિપિંગ આવી રહી છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. સોમવાર અને મંગળવારે આ જ ફીડરમાં ફોલ્ટ આવતાં રિપેરિંગ કરાયું હતું, પરંતુ બુધવારે ફરી મુખ્ય કેબલમાં 2.5 કિલોમીટર વિસ્તારના ફોલ્ટને કારણે વિક્ષેપ સર્જાયો હતો. પરિણામે ઇન્કમટેક્સ ફીડરને ભોમેશ્વર ફીડર સાથે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
જોકે, ગુરુવારે રાત્રે 12:38 વાગ્યે ફરીથી ભોમેશ્વર ફીડર બંધ થયું. 2 ફીડરના લોડના ઓવરલોડ થવાને કારણે વીજ પુરવઠો ફરી ખોરવાયો હતો. PGVCLનો દાવો છે કે, હવે કેબલ ફોલ્ટ શોધવા ફોલ્ટ ડિટેક્ટર કીટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે અને વીજ પુરવઠો નિયમિત રાખવા માટે પૂરતી તૈયારી કરાઈ છે.
આ મુદ્દે જયમીન ઠાકરે જણાવ્યું કે, રાત્રે પણ જો વોર્ડના કોઈ નાગરિકો ફોન કરે તો તેઓએ પહોંચી જવાનું રહે છે. “અમે જનતાના પ્રતિનિધિ છીએ, લાઈટ જેવી મૂળભૂત સુવિધા લોકો પાસેથી છીનવી લેવામાં આવશે તો અમે ચુપ રહી શકીશું નહીં.” તેમણે અધિકારીઓ પાસેથી લેખિતમાં ખાતરી લીધી કે હવે આગળથી રાત્રે વીજળી નહીં જાય.
આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, રાજકોટના કેટલાક વિસ્તારોમાં PGVCLના વિધ્નજનક વીજ પુરવઠાના કારણે જનતામાં અતિરેક અસંતોષ છે અને સ્થાનિક પ્રતિનિધિઓએ હવે ખુલ્લેઆમ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!