રાજકોટ : માંડવમાં 6 બકરાની બલિ, 9 બચાવ્યા
અંધશ્રદ્ધાના નામે બલિ ચઢાવાઈ, જીવરક્ષા ફાઉન્ડેશનના દરોડાથી 9 પશુઓનો જીવ બચ્યો

રાજકોટ માંડવ બલિ પ્રકરણ

રાજકોટ માંડવ બલિ પ્રકરણ
રાજકોટમાં અંધશ્રદ્ધા અને પશુ ક્રૂરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા વિસ્તારમાં ચૌહાણ પરિવાર દ્વારા વિહત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં કમનસીબે 6 જીવતા બકરાની બલી ચડાવીદેવામાં આવી હતી.
આ ગેરકાયદેસર અને ક્રૂર પ્રવૃત્તિની જાણ થતાં, જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે સમયસર કાર્યવાહી કરીને બલિ ચઢાવવાના ઇરાદાથી લાવવામાં આવેલા કુલ 9 જીવતા પશુઓને બચાવી લીધા હતા.
ફાઉન્ડેશન દ્વારા રેડ પાડવામાં આવતા જ માંડવાના આયોજકો અને ત્યાં હાજર આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે થોરાળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસ શરૂ :
માંડવામાં ગેરકાયદે રીતે પશુઓની બલિ ચઢાવવાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા હતા જ્યારે માત્ર મહિલાઓ જ માંડવામાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓ સાથે મુખ્ય ભૂવામાંની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે બચાવેલા નિર્દોષ જીવોને તાત્કાલિક પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરી છે જેથી તેમની યોગ્ય સંભાળ રાખી શકાય. અધિકારીઓ અનુસાર સમગ્ર પ્રકરણની સઘન તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માંડવ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર ગેરકાયદે બલિ પ્રથાઓ સામે સવાલો ઉભા કરતી નજરે પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?