રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત, 10 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે ચોમાસું
રાજ્યના 13 જેટલા જિલ્લામાં આજે પણ હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. ચોમાસું 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે.

રાજ્યમાં વરસાદી માહોલ

રાજ્યમાં વરસાદી માહોલ
રાજ્યમાં ચોમાસુ હજુ બેસ્યું નથી છતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન ખાતાના અનુમાન પ્રમાણે, આજે રાજ્યના 13 જેટલા જિલ્લામાં હળવાથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અને આણંદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
હાલ ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ નડિયાદ, માતર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. નડિયાદના કણજરી, ઉત્તરસંડા, નરસંડા અને માતરના લીંબાસી સહિત ખેડાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે.
જણાવાયું છે કે, હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસાની ઔપચારિક શરૂઆતનો ભાગ નથી. સામાન્ય રીતે ચોમાસું વહેલું આવશે તેવી ધારણા હતી, પરંતુ ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા બાદ નબળી પડી ગઇ છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું વિલંબથી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર હવે 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!