ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

ગુજરાત કમોસમી વરસાદ આગાહી અપડેટ

ગુજરાત કમોસમી વરસાદ આગાહી અપડેટ
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી બપોર બાદ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે વહેલી સવારે અને સાંજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે બપોરે તાપમાન થોડું વધશે
માછીમારો માટે હાલમાં કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને દરિયાકાંઠે લગાવાયેલું LC3 સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે.
ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો :
અરબસાગરની ડિપ્રેશન સિસ્ટમ નબળી પડી હોવા છતાં તેના પ્રભાવ હેઠળ ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા અને કચ્છમાં વરસાદ થયો હતો
3 નવેમ્બરે સવારે 6થી રાત્રે 10 સુધી કુલ 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઈંચ, ભાવનગરના ઘોઘામાં 1.3 ઈંચ, અને મહેસાણા તથા વડોદરામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં સૌથી ઓછો 1 મિમી વરસાદ નોંધાયો હતો.
તાપમાનમાં મોટો ફેરફાર નહીં :
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, અને હવામાન લગભગ યથાવત રહેશે
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ :
મહીસાગર જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. લુણાવાડા, બાલાસિનોર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો.
આ અચાનક વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે — પાકને ભારે નુકસાન થયું છે અને પશુઓ માટેનો ઘાસચારો પણ બગડી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?