રાજ્યમાં વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સરેરાશ 110 મીમી સામે 288 મીમી વરસાદ!
આ વર્ષે સરેરાશ કરતાં 161 ટકા વધુ વરસાદ, વર્ષ 1980માં 298 મીમી વરસાદ નોંધાયો હતો

છેલ્લાં 24 કલાકમાં 56 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

છેલ્લાં 24 કલાકમાં 56 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના વાંસદામાં સવા ઇંચ અને અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે(10 જુલાઈ)દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી હોવાથી વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે સૂચના આપી છે. જ્યારે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં પાણી આવતા ગાંધીનગરનું સંત સરોવર છલકાયું છે. સાબરમતી નદીમાં પ્રતિ કલાક 800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સંત સરોવર છલોછલ થઊ જતાં ગેટ નંબર-13ને 10 સે.મી. મીટર ખોલીને 466 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બુધવારે સાંજે સાબરમતી નદીમાં પાણીની આવક પ્રતિ કલાક 295 ક્યુસેક થઇ હતી.
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110 મીમી વરસાદ થતો હોય છે. તેની સામે 288 મીમી વરસાદ પડ્યો છે. આ વર્ષે સરેરાશ કરતાં 161 ટકા વધુ વરસાદ થતાં 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298 મીમી વરસાદ વર્ષ 1980 માં નોંધાયો હતો. એટલે કે 125 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2024માં જૂન મહિનામાં મેઘરાજાની 9 દિવસ હાજરી સામે આ વર્ષે જૂનમાં 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે.
રાજ્યમાં ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ
કચ્છ ઝોનમાં જૂન મહિનામાં 50 મીમી વરસાદની સરખામણીએ 142 મીમી વરસાદ પડ્યો છે. જે સરેરાશ વરસાદ કરતાં 184 ટકા વધુ વરસાદ રહ્યો છે. ઉત્તર ગુજરાત ઝોનમાં જૂન મહિનામાં 80 મીમી વરસાદની તુલનામાં 178 મીમી વરસાદ ખાબક્યો છે. જે સરેરાશ વરસાદ કરતાં 122 ટકા વધુ વરસાદ છે. મધ્ય ગુજરાત ઝોનમાં જૂન મહિનામાં 113 મીમીની જરૂરિયાત સામે 278 મીમી વરસાદ મળ્યો છે. જે સરેરાશ વરસાદ કરતાં 147 ટકા વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં જૂન મહિનામાં 127 મીમીની સરખામણીએ 245 મીમી વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં જૂન મહિનામાં 253 મીમીની જરૂરિયાત સામે 532 મીમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 10 થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે. અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે.
અમદાવાદ શહેરના વરસાદની વાત કરીએ તો સરેરાશ કરતાં 54 ટકા વધુ વરસાદ પડી ગયો છે. આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 1 જૂનથી 31 જુલાઈ દરમિયાન અંદાજે 15 ઈંચ વરસાદની સામે આ વર્ષે 9 જુલાઈ સુધીમાં 10 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. શહેરમાં 1 જૂનથી 31 જુલાઈ દરમિયાન શહેરમાં અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે. પરંતુ તેની સામે આ વર્ષે 1 જૂનથી 9 જુલાઈ સુધીમાં સરેરાશ 5.5. ઈંચ સામે 10 ઈંચ વરસાદ પૂડી ચૂક્યો છે. એટલે કે અત્યાર સુધીમાં સામાન્યથી 54 ટકા વધુ વરસાદ પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!