જુલાઇમાં પણ વરસાદ ભુક્કા બોલાવશે!
પરેશ ગોસ્વામીનો મોટો દાવો: જૂનમાં સામાન્ય કરતાં ૧૬૧% વધુ વરસાદ, ૪૪ વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

જુલાઇમાં પણ વરસાદ ભુક્કા બોલાવશે!

જુલાઇમાં પણ વરસાદ ભુક્કા બોલાવશે!
શું તમને લાગ્યું હતું કે આ વખતે ૨૦૨૫માં થોડો વધારે વરસાદ થયો છે? તો સાંભળી લો, આ "થોડો" નહીં, પણ પુષ્કળ વરસાદ હતો! દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી વરસાદે જૂનમાં જે કમાલ કરી છે, એવી આજથી પહેલાં ક્યારેય નહીં થઈ હોય. ચાલો, ૨૦૨૫ના ચોમાસાની જૂન અને જુલાઈની એવી વરસાદી માહિતી મેળવીએ જે ખરેખર રસપ્રદ છે.
જૂન ૨૦૨૫: ૪૪ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો!સામાન્ય રીતે જૂન મહિનામાં ૪.૪૩ ઇંચ વરસાદ પડે છે, પણ ૨૦૨૫ના જૂનમાં ૧૧.૫૫ ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે સીધો ૧૬૧% વધારે! આને એક ઉદાહરણથી સમજીએ. ધારી લો કે તમારા ઘરની છત પર તમે એક કપ મૂક્યો અને એ વરસાદના કારણે એકવાર ભરાઈ ગયો. તો આ વખતે એટલો વરસાદ પડ્યો છે કે કપ એકવાર નહીં, પણ અઢીવાર ભરાઈ જશે!
ઝોનવાઇઝ જૂનનો વરસાદ: ક્યાં-કેટલું ભીંજાયું?
દક્ષિણ ગુજરાત: ૧૯ દિવસ વરસાદ, ૨૧ ઇંચ | ૬ ઇંચની સામે ૨૧ ઇંચ!
મધ્ય પૂર્વ ગુજરાત: ૧૭ દિવસ | ૪.૫૨ ઇંચની સામે ૧૧.૧૬ ઇંચ
ઉત્તર ગુજરાત: ૧૫ દિવસ | ૭.૧૨ ઇંચ, સામાન્ય કરતાં ૧૨૨% વધુ
સૌરાષ્ટ્ર: ૧૧ દિવસ | ૯.૮૦ ઇંચ, નિયમિત કરતાં બમણો
કચ્છ: ૮ દિવસ | માત્ર ૨ ઇંચની સામે ૫.૬ ઇંચ, એટલે ૧૮૪% વધુ
રાજ્યના ૨૦૬ ડેમમાંથી ૧૫ ડેમ આખા ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોમાં ૨૨.૭૭% પાણી ભરાઈ ગયું છે. આ વખતે વરસાદે અન્યાય નથી કર્યો, કારણ કે જામનગરના રણજિતસાગરની નદી તો ઓવરફ્લો થઈ ગઈ છે.
હવે જુલાઈની વાત: "હવે શું થશે?"હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જુલાઈમાં પણ વરસાદનો ધમાકો યથાવત રહી શકે છે, એટલે છત્રી, રેઇનકોટ અને વોટ્સએપ ફોરવર્ડિંગ મેમ્સ તૈયાર રાખો!
જુલાઈની ઝોનવાઇઝ આગાહી:
કચ્છ: ૧૦ જુલાઈ સુધી સારો, પછી ધીમો પડી શકે છે.
ઉત્તર ગુજરાત: અરવલ્લી ભીંજાશે, પાટણ અને બનાસકાંઠા સૂકા રહી શકે છે.
મધ્યપૂર્વ ગુજરાત: મહીસાગર, દાહોદ, પંચમહાલ – સંપૂર્ણપણે ભીંજાઈ જશે.
સૌરાષ્ટ્ર: જામનગર, પોરબંદર, રાજકોટ – વરસાદનો રાફડો બોલશે.
દક્ષિણ ગુજરાત: ૧૭ જુલાઈ સુધી ધમાકેદાર, પછી થોડો ધીમો પડી શકે છે.
જ્યારે જુલાઈના વરસાદ મામલે હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે, જુલાઈ મહિનાના પહેલા વરસાદી રાઉન્ડની શરૂઆત ૪-૫ જુલાઈથી થશે. જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ વધારે રહી શકે છે. ઉત્તર કચ્છમાં ધોળાવીરા અને ખડીર વિસ્તારમાં ચોમાસું નબળું રહેશે.
ચોમાસાના વરસાદ મામલે ખાસ સૂચનાહવામાન વિભાગની આગાહી મુજબ, ૪ જુલાઈ સુધી માછીમાર ભાઈઓને દરિયો ખેડવા ન જવું જોઈએ.
અંતે થોડા રસપ્રદ ફેક્ટ્સ પણ સાંભળતા જાઓ. યાદ રાખો, ૨.૫ mm કે તેથી વધુ વરસાદ પડ્યો હોય, તો તે દિવસ ‘વરસાદી દિવસ’ ગણાય છે.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!