14 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે, પરંતુ 14 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં ઉત્તર અરબી સમુદ્ર પર બનેલી લો પ્રેશર સિસ્ટમ નબળી પડી હોવાને કારણે હાલમાં વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ આગામી 2 દિવસ બાદ સ્થિતિ બદલાશે.
14 સપ્ટેમ્બરથી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના દક્ષિણ ભાગમાં 14 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી ખાસ કરીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જેવા જિલ્લાઓ માટે છે. આ સિવાય, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદ આવી શકે છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
ગુજરાતમાં અત્યાર સુધીની સરેરાશ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં કુલ 107.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 136 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય ગુજરાતમાં 110 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકા નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93.36 ટકા વરસાદ પડ્યો છે. આંકડા દર્શાવે છે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સંતોષજનક રહ્યું છે. આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?