ગુજરાત પર ફરી વરસાદનું સંકટ, નવરાત્રિની મજા બગડશે?
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, ચોમાસાની વિદાય મોડું થશે
ગુજરાત પર ફરી વરસાદનું સંકટ
ગુજરાત પર ફરી વરસાદનું સંકટ
ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં જ ફરી એકવાર વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી નવરાત્રિના ઉત્સવ પર પાણી ફરી વળવાની ભીતિ છે.
બે સિસ્ટમ સક્રિય, ચોમાસું મોડું થશે
હાલમાં રાજ્યમાં બે હવામાન સિસ્ટમ સક્રિય છે. એક સિસ્ટમ કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ સિસ્ટમને કારણે, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ચોમાસાની વિદાય મોડી પડી શકે છે.
નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી અને ત્યારબાદ 10થી 13 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર થશે, પરંતુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટાની શક્યતા છે.
ખાસ કરીને, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે, જે સિસ્ટમ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સમયગાળામાં દરિયાકિનારે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવા, માછીમારોને દરિયામાં ન જવાની અને નાગરિકોને પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન આયોજકોને પણ ગરબાના આયોજનમાં વરસાદના વિઘ્ન માટે તૈયાર રહેવા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?