ખેડૂતોની ચિંતા વધી, હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ.ગુજરાતમાં અપર એર સકર્યુલેશન બનેલું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી

હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લાં 15 દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. લોકોને ગરમીમાંથી આશિંક રાહત તો મળી પરંતુ જગતના તાતને કમોસમી વરસાદને કારણે લાખોનું નુકસાન થયું છે. જોકે હજુ પણ વરસાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ.ગુજરાતમાં અપર એર સકર્યુલેશન બનેલું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આજથી અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યકત કરી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત અનેક જગ્યાઓ પર વરસાદની શક્યતા છે.
મહત્વનું છે કે એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?