હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરા અને નગર-હવેલી સહિત અનેક જગ્યાએ વાવાઝોડાની સાથે ભારે વરસાદની શક્યાતા છે.
હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન બને તેવી શક્યતા સેવાઇ રહી છે. રવિવારે કિંગલ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર મેચમાં પણ વરસાદ વિધ્ન બનતા મેચ થોડી મોડી શરૂ કરવામાં આવી હતી. એજ પ્રકારનુ વાતાવરણ આજે ફાઇનલની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચ વચ્ચે જોવા મળી શકે છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાશ વાદળછાયું રહેશે તેમ જ વીજળી સાથે છૂટાછવાયાં સ્થળોએ સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.