ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી
આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

આગામી ૬ જૂન સુધી ૧૭થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આગામી ૬ જૂન સુધી ૧૭થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતભરમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી ૬ જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૭થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આ વખતે ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
ચોમાસાનું વહેલું આગમન અને વધુ વરસાદની શક્યતા: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે આગામી ૧૫ જૂન સુધી હળવો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ, કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં વધુ વરસાદ થવાનું અનુમાન છે.
જૂન મહિનામાં સરેરાશ તાપમાન અને ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગની આગાહી મુજબ, જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. ડિસ્કાયમેટના મતે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે.
નોંધનીય છે કે, ગત ૨૭ મેના રોજ કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, જે સામાન્ય કરતાં ૫ દિવસ વહેલું છે. ગુજરાતમાં આગામી ૧૨ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. ત્યારબાદ, ૨૦થી ૨૫ જૂન સુધીમાં અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં અને ૩૦ જૂન સુધીમાં તો સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે.
જિલ્લાવાર વરસાદની આગાહી:
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!