બનાસકાંઠા વિભાજનના મુદ્દે આજે ધાનેરામાં જન આક્રોશ સભા
ધાનેરા હિત રક્ષક સમિતીના નેજા હેઠળ આજે જન આક્રોષ મહાસભા યોજાશે અને ધાનેરા બંધનું એલાન

ધાનેરા હિત રક્ષક સમિતીના નેજા હેઠળ આજે જન આક્રોષ મહાસભા યોજાશે અને ધાનેરા બંધનું એલાન

ધાનેરા હિત રક્ષક સમિતીના નેજા હેઠળ આજે જન આક્રોષ મહાસભા યોજાશે અને ધાનેરા બંધનું એલાન
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મુદ્દો હવે ગરમી પકડી રહ્યો છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ અલગ અલગ તાલુકાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધાનેરા તાલુકામાં પણ ઉગ્ર વિરોધ સાથે જન આક્રોષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે સ્થાનિક લોકો અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનો અને ધારાસભ્યો પણ વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. જે રીતે વિભાજન કરાયું છે તેમાં વિવિધ તાલુકાના લોકોને અગવડ પડતી હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. જો કે રાજ્ય સરકારે હજું સુધી આ મામલે કોઇ ફેરબદલનો નિર્ણય કર્યો નથી.
જિલ્લા વિભાજનને 21 દિવસ થઇ ગયા છે પણ લોકોની લાગણીને હજું ધ્યાનમાં રખાઇ નથી. આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે તથા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં સમાજના પ્રતિનીધીઓ ઉપરાંત રાજકીય આગેવાનો પણ જોડાશે.
માનવામાં આવી રહ્યું છે કે આ સભામાં ધારાસભ્ય માવજી દેસાઇ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહીત સહિતના આગેવાનો જોડાઇ શકે છે. ધાનેરા હિત રક્ષક સમિતીના નેજા હેઠળ આજે જન આક્રોષ મહાસભા યોજાશે.આ મહાસભાને ધાનેરાના વેપારી સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે. મોટી સંખ્યામાં આસપાસની જનતા પણ આ સભામાં પહોંચે તેવી ધારણા છે જેથી પોલીસે પણ ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.