પી.ટી.જાડેજાની અટકાયતથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા
રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પી.ટી.જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
તો આ ઘટનાના વિરોધમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા બાબતે પી.ટીડી.જાડેજાનો વિવાદ બહાર આવ્યો હતો જેમાં આરોપ લગાવાયો હતો કે પી.ટી.જાડેજાએ ધમકી આપી હતી અને ધમકીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વતી ડો.જયેન્દ્રસિંહ જાડેજાની પ્રતિક્રિયા
— Benefit News 24 (@BenefitNews24) July 5, 2025
ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને નાની મેટરમાં ટાર્ગેટ કરાયા
તેમણે ધમકી આપી હોય તો પોલીસ સ્ટેશનથી જામીન મળે છે પણ તેમની સાથે રીઢા ગુનેગારની વર્તન કરાયુ
રાજકીય રીતે હાથો બનાવીને ફીટ કરવા તે ખોટુ છે
ગુજરાતમાં… pic.twitter.com/mdjbmNG0bZ
આ મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય રાજપુત યુવા સંઘ વતી ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરીને રાત્રે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને નાની મેટરમાં ટાર્ગેટ કરાયા છે. તેઓ મંદિરમાં ટ્રસ્ટી છે અને બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવાના હતા તો તેમની વિરુદ્ધમાં સરકારે પાસા કરી છે તે દુખદ છે, સરકાર સ્યુસાઇડ કરી રહી છે. હવે સરકાર સાથેના તમામ ઇસ્યુ ઠંડા થઇ ગયા છે અને સરકાર પાસે રાજપૂત સમાજને કંઇ નથી છતાં સરકાર પગલાં લેશે તો કાયમી વાંધો પડશે. બધાને ન્યાય આપવો તે સરકારની ફરજ છે તેમણે ધમકી આપી હોય તો પોલીસ સ્ટેશનથી જામીન મળે છે પણ તેમની સાથે રીઢા ગુનેગારની જેમ વર્તન કરાયું છે. તેઓ બિઝનેસમેન છે તેમને આ રીતે રાજકીય રીતે હાથો બનાવીને ફીટ કરવા તે ખોટુ છે. સરકારના આ પગલાંને અમે વખોડી કાઢીએ છીએ. મંદિરમાં ટ્રસ્ટની મંજૂરી વગર બીજા આવે તો તે ખોટું છે પણ સરકારે પ્રોત્સાહન આપ્યું છે. આ બાબતે ગુજરાતમાં ઉંડા પ્રત્યાઘાત પડશે . રાજપૂત સમાજને છંછેડવા જેવો નથી. હુ વિનંતી કરું છું કે સ્થાનિક રાજકારણથી તમે નિર્ણય લેશો તો સરકારને નુકશાન થશે.
આ પણ વાંચો--- Rajkot: પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ, ક્ષત્રિય આંદોલનમાં હતી મહત્વની ભૂમિકા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!