ગુજરાતે આપી 57,000 યુવાઓને રોજગારની નવી તક
વિકાસ સપ્તાહમાં 57,502 યુવાઓને નિમણૂક પત્રો; બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશથી નીચો

ગુજરાત બતાવશે પોતાની યુવા શક્તિ

ગુજરાત બતાવશે પોતાની યુવા શક્તિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા 'વિકાસ સપ્તાહ'ના બીજા દિવસે ગુજરાતમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 57,000થી વધુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.
ગુજરાત સરકારે રાજ્યભરમાં યોજેલા 658 ભરતી મેળાઓ દ્વારા યુવા શક્તિને સીધો લાભ પહોંચાડ્યો છે. આ કાર્યક્રમમાં રોજગારના બે મુખ્ય આંકડા સામે આવ્યા:
નિમણૂક પત્રો: કુલ 57,502 યુવાઓને ખાનગી ક્ષેત્રમાં તાત્કાલિક રોજગાર માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા.
પ્રોવિઝનલ ઓફર લેટર: 25,000થી વધુ ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા, જેનો ઉદ્દેશ અભ્યાસ દરમિયાન જ યુવાનોને રોજગારની ખાતરી આપવાનો છે. શ્રમ અને કૌશલ્ય વિભાગે ITIના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા આ પગલું ભર્યું છે.
શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભારતનો 3.2% બેરોજગારી દર છે તેની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.1% છે, જે આ પ્રકારના કાર્યક્રમોની સફળતા દર્શાવે છે.
કૌશલ્ય અને ઉદ્યોગનું જોડાણયુવાઓને માત્ર નોકરી આપવાને બદલે તેમને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
MOU: ઉદ્યોગોને યોગ્ય માનવ સંસાધન મળે તે માટે રાજ્ય સરકારે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે એમ.ઓ.યુ. (સમજૂતી કરાર) કર્યા. આ કરારો ઉદ્યોગ અને કૌશલ્ય તાલીમ સંસ્થાઓ વચ્ચેના અંતરને પૂરવાનો પ્રયાસ છે.
નવીન ક્ષેત્રોમાં તાલીમ: કૌશલ્ય - ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા 12,000થી વધુ યુવાઓએ ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હેલ્થકેર જેવા આધુનિક અને ઉભરતા ક્ષેત્રોમાં તાલીમ મેળવી છે.
સ્ટાર્ટઅપ્સમાં અગ્રેસર: મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ચાર વર્ષથી અગ્રેસર છે, જ્યાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સ આત્મનિર્ભર બન્યા છે.
રાજ્ય સરકારે રોજગાર ક્ષેત્રે વધુ મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે:
100% પ્રોવિઝનલ ઓફર: આગામી વર્ષથી 100% વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ પ્રોવિઝનલ ઓફર લેટર આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.
સિંગલ વિન્ડો સિસ્ટમ: રોજગાર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેથી યુવાઓને સ્થાનિક સ્તરે જ રોજગાર મળી રહે.
આ સમારોહનું રાજ્યની 33 જિલ્લાઓની આઈ.ટી.આઈ.માં જીવંત પ્રસારણ કરાયું હતું, જેમાં 1.5 લાખથી વધુ યુવાઓ વર્ચ્યુઅલી જોડાયા હતા, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર રોજગાર અને કૌશલ્યના મુદ્દાને યુવાઓ સુધી અસરકારક રીતે પહોંચાડવા માંગે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!