ગૌરવની ક્ષણઃ ગુજરાતમાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029 યોજાશે!
ભારતે અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં ગેમ્સનું આયોજન કરવા બિડ જીતી લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં જાણકારી આપીને ગર્વની ક્ષણ ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં જાણકારી આપીને ગર્વની ક્ષણ ગણાવી
ભારતને વર્ષ 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ (WPFG)નું આયોજન કરવાની તક મળી છે. તે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં આયોજિત કરવામાં આવશે. આ સિદ્ધિ વિશેની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ગુજરાત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે X પોસ્ટમાં લખ્યું કે, "ગુજરાત માટે ગર્વની ક્ષણ! અમેરિકાના બર્મિંગહામમાં WPFG ફેડરેશન સમક્ષ વ્યાપક બિડ પ્રેઝન્ટેશન પછી ભારતે અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ (WPFG)નું આયોજન કરવાની બિડ જીતી લીધી છે. આ વૈશ્વિક જીત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે અને અમદાવાદને ભારતની રમતગમતની રાજધાની બનાવવા તરફ એક મોટું પગલું છે." ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી અને X પોસ્ટમાં લખ્યું કે, "ગુજરાત માટે ગર્વની ક્ષણ! અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતે અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવાની બિડ જીતી લીધી છે. ગુજરાત વિશ્વ રમતગમતના નકશા પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે! ચાલો વિશ્વની યજમાની કરવા માટે તૈયાર થઈએ."
ગુરૂવારે અમેરિકાના અલાબામામાં યોજાયેલી એક બેઠક બાદ ગુજરાતમાં 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાવાની જાહેરાત થઈ છે. દર બે વર્ષે યોજાતી રમત સ્પર્ધા ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગરમાં યોજાશે અને 70 કરતાં વધુ દેશોના 10 હજારથી વધુ પોલીસ, ફાયર બ્રિગેડ, કસ્ટમ્સ અને જેલોમાં કામ કરતા. કર્મચારીઓ ખેલાડી બનીને ભાગ લેશે. રમતોની યજમાની લેનારું ભારત દક્ષિણ એશિયાઇ દેશોનું પ્રથમ રાષ્ટ્ર બન્યું છે.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?