ચૂંટણીમાં વિરોધી રહેલા કોંગ્રેસ અને AAP DGVCL સામે થયા એકતરફી
ચૂંટણીમાં એકબીજાને વિરુદ્ધ રહેનાર કોંગ્રેસ અને AAP આજે નોકરી વિવાદ મામલે સુરતમાં એકસાથે દેખાઈ.

કોંગ્રેસ અને AAPનો વિરોધ

કોંગ્રેસ અને AAPનો વિરોધ
સુરત શહેરમાં જ્યાં ચૂંટણીમાં એકબીજાનો વિરોધ કરનારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક જ મંચ પર સાથે દેખાઈ. DGVCL દ્વારા ભરતીની પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી ન આપાયેલા ઉમેદવારોના હક માટે બંને પક્ષોએ મળીને વિરોધ નોંધાવ્યો.
વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૌતર વસાવાના નેતૃત્વમાં DGVCLની મુખ્ય કચેરી સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોએ કહેવું છે કે, પરીક્ષા પાસ કરેલા ઘણા ઉમેદવારોને આજ સુધી નોકરી ફળવાઈ નથી, જેની સામે અણધારેલી વ્યથા ઊભી થઈ છે.
આ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં બન્ને પક્ષોના કાર્યકરો એકસાથે DGVCL કચેરી પર પહોંચ્યા હતા. આ ઘટનાએ રાજકીય વર્તુળમાં નવી ચર્ચા જમાવી દીધી છે, કેમ કે જાહેરમાં એકબીજાને લલકારતી પાર્ટીઓ હવે પ્રજાના હક માટે સહયોગી બની રહી છે.
વિરોધના દબાણ વચ્ચે DGVCL દ્વારા આશ્વાસન અપાયું કે, 35 ઉમેદવારોને આવતીકાલથી નોકરી અપાશે અને બાકીના ઉમેદવારોને ઓગસ્ટ માસ સુધી તબક્કાવાર રોજગાર અપાશે. આ ઉપરાંત, આઉટસોર્સિંગથી ભરાતી જગ્યાઓમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!