સાબરમતી જેલમાં કેદીનો આપઘાત: પાઘડીથી ખાધો ફાંસો
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચોરીના ગુનામાં બંધ પંજાબના કેદીએ બાથરૂમમાં કરી આત્મહત્યા

કેદીની આત્મહત્યા

કેદીની આત્મહત્યા
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ એક કેદીએ વહેલી સવારે બાથરૂમમાં જઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. મૃતક કેદીની ધરપકડ હજુ નવ દિવસ પહેલા જ કરવામાં આવી હતી.
પંજાબના યુવકે જેલમાં જ ભર્યું અંતિમ પગલું :
મૃતકની ઓળખ ૩૧ વર્ષીય નિશાન સિંહ તરીકે થઈ છે, જે મૂળ પંજાબનો વતની હતો. વિરમગામ રેલવે પોલીસે ગત ૮ જાન્યુઆરીના રોજ તેની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે જેલના શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર ૪ માં નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારી તેના કાપડનો ઉપયોગ કરી બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પોલીસ તપાસ અને આત્મહત્યાનું રહસ્ય :
ઘટનાની જાણ થતા જ જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં નિશાન સિંહનું મોત નીપજ્યું હતું. જેલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી કારણ કે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
જેલ સુરક્ષા પર ઉઠ્યા સવાલો :
માત્ર નવ દિવસના જેલવાસ દરમિયાન કેદીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પંજાબથી ચોરીના ગુનામાં પકડાયેલા આ કેદીએ માનસિક તણાવમાં આ પગલું ભર્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં રાણીપ પોલીસ અને જેલ સત્તાધીશો વધુ તપાસ ચલાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.